તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આગામી દિવસોમાં મામલે નવો વિવાદ થવાના એંધાણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગામી દિવસોમાં મામલે નવો વિવાદ થવાના એંધાણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એેજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

ગુજરાતયુનિવર્સિટીમાં સેમેસ્ટર-1ની પરીક્ષાની ઉત્તરવહી ચકાસણીમાં પરીક્ષા કો ઓર્ડિનેટરે રૂ. એક લાખનું બિલ મૂકાયું છે. કારણે આગામી દિવસોમાં યુનિવર્સિટીમાં એક નવો વિવાદ આકાર લે તેવી શક્યતા છે. યુનિવર્સિટી સેનેટ અને સિન્ડિકેટના સભ્યો મામલે હવે શું અભિગમ અખત્યાર કરે છે તે મુદ્દો પણ આવનારા દિવસોમાં બિલ પાસ કરવા બાબતે નિર્ણાયક બની શકે છે.

સેમેસ્ટર-1ની પરીક્ષાના સંકલનની કામગીરી કરનાર અધ્યાપકે રૂ. એક લાખનું બિલ એકાઉન્ટ વિભાગમાં મૂકતા બાબતે હાલમાં ઘેરા તર્કવિતર્ક પ્રવર્તી રહ્યા છે. બાબતે ગુજરાત યુનિવર્સિટીમાં આગામી દિવસોમાં ઘેરા પ્રત્યાઘાતો પડશે.

ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે કોમર્સ સેમેસ્ટર-1ની પરીક્ષામાં કો-ઓર્ડિનેશનની જવાબદારી એક અધ્યાપકને સોંપાઈ છે. યુનિવર્સિટીના નિયત ધારાધોરણ અનુસાર સામાન્ય રીતે પરીક્ષાના કો ઓર્ડિનેશનની જવાબદારી સંભાળનાર અધ્યાપક અન્ય અધ્યાપકોને ઉત્તરવહીની ચકાસણી માટેની કામગીરી કરાવતા હોય છે. જો કે અધ્યાપક મહાશયે સેમેસ્ટર-1માં ફાઈનાન્સિયલ એકાઉન્ટન્ટની 6000, સેમેસ્ટર-3ની 1400, એમકોમની 1700 ઉત્તરવહીઓ મળીને 8000થી વધુ ઉત્તરવહીઓની ચકાસણી પોતે તપાસી હતી.આટલું ઓછું હોય તેમ તેમણે પોતાની બે પુત્રીઓના નામે પણ ઉત્તરવહીઓની ચકાસણી કરી હતી. ચકાસણી માટેના મહેનતાણા પેટે રૂ. એક લાખનું બિલ એકાઉન્ટ વિભાગમાં મૂક્યું હતું.

ઉલ્લેખનીય છે કે સેમેસ્ટર-1ના કો ઓર્ડિનેટર તરીકે અધ્યાપક મહાશયે રૂ. 400 પણ લીધા છે. બાબત હાલમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.

ગુજરાત યુનિવર્સિટીમાં દિન પ્રતિદિન કોઈને કોઈ વિવાદ બહાર આવતો રહે છે, આવી પરિસ્થિતિમાં કો ઓર્ડિનેટર દ્વારા ઉત્તરવહી ચકાસણી માટે બિલ મૂકવાના મુદ્દે વિવાદ થવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો