Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
LDમાં ઇિતહાસમાં સૌથી વધુ 550ને જોબ ઓફર
નવરંગપુરાનીએલડી એન્જિનિયરિંગ કોલેજના દાયકાથી વધુના ઈતિહાસમાં શૈક્ષણિક વર્ષ 2015-16ના પ્લેસમેન્ટમાં સૌથી વધુ 550 વિદ્યાર્થીઓને જોબ ઓફર થઈ છે. કુલ 94 કંપનીઓએ વાર્ષિક રૂ.2 લાખથી રૂ.12 લાખ સુધીનું પેકેજ ઓફર કર્યું છે.
વિદ્યાર્થિનીઓએ 130 જોબ ઓફર મેળવી છે. સૌથી વધુ 86 જોબ કમ્પ્યૂટર એન્જિનિયરિંગ બ્રાન્ચમાં, 71 જોબ મિકેનિકલ બ્રાન્ચમાં જ્યારે 63 જોબ ઈસી બ્રાન્ચમાં ઓફર થઈ છે. વખતનું સૌથી વધુ વાર્ષિક રૂ. 12 લાખનુ જોબ પેકેજ એચએસબીસી કંપની તરફથી મિશેલ શાહને ઓફર કરવામાં આવ્યું છે.
એલડી એન્જિનિયરિંગ કોલેજના ફાઈનલ યરના વિદ્યાર્થીઓ માટે સપ્ટેમ્બર 2015થી જુલાઈ 2016 દરમિયાન જોબ પ્લેસમેન્ટનું આયોજન કરાયું હતું.
ફાઈનલ યરના કુલ 1100 વિદ્યાર્થીમાંથી ફસ્ટ ક્લાસ મેળવનારા 850 વિદ્યાર્થીએ જોબ પ્લેસમેન્ટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
કોલેજના પ્લેસમેન્ટ ઓફિસર પ્રો કે.બી.ભોયાણિયા કહ્યું કે, એલડી કોલેજમાં કોલેજ પ્રિન્સિપાલ, પ્લેસમેન્ટ સેલના સઘન પ્રયાસોથી વિદ્યાર્થીઓને જોબ પ્લેસમેન્ટ માટે તૈયાર કરવામાં આવ્યા છે. જેના કારણે સારી જોબ ઓફર મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે.
વર્ષ કંપની વિદ્યાર્થીઓ
2011-1274352
2012-1392448
2013-1486421
2014-1564483
2015-1694550
68 વર્ષનો રેકોર્ડ
^એલડીએન્જિનિયરિંગ કોલેજની સ્થાપના 1948માં સ્થાપના થઈ ત્યારથી 68 વર્ષના ઇતિહાસમાં વર્ષે સૌથી વધુ 550 વિદ્યાર્થીને જોબ ઓફર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની ટેકનિકલ નોલેજ, કોમ્યુનિકેશન, ઈન્ટ્રા પર્સનલ સ્કિલને આધારે પસંદગી થઈ છે.એલડીનું પ્લેસમેન્ટ સારું હોવાથી કોલેજ પસંદ કરનારા વિદ્યાર્થીઓઓની સંખ્યા વધી છે. > ડો.જી.પી. વડોદરિયા, પ્રિન્સિપાલ,એલડીએન્જિ. કોલેજ
વર્ષ જોબ
201233
201354
201464
201588
2016550
આટલું પ્લેસમેન્ટ
જોબ ઓફર કરનાર કંપની-વિદ્યાર્થીઓ
બ્રાન્ચ વિદ્યાર્થી
કમ્પ્યૂટર86
મેકેનિકલ71
ઈસી63
આઈટી63
ઈલેક્ટ્રિકલ52
આઈસી37
કેમિકલ25
સિવિલ29
પ્લાસ્ટિક23
બાયોમેડિકલ23
ઓટોમોબાઈલ15
પર્યાવરણ13
બ્રાન્ચવાર જોબ ઓફર
વિદ્યાર્થીઓને 2થી માંડી 12 લાખ સુધીનું પેકેજ