તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • બાવળાના વેપારીની વેટ ચોરી પકડાઈ રૂ.3.63 કરોડની સોપારી જપ્ત કરાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાવળાના વેપારીની વેટ ચોરી પકડાઈ રૂ.3.63 કરોડની સોપારી જપ્ત કરાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદજિલ્લાના બાવળા રોડ આવેલા રજોડા ગામ ખાતેના ગોડાઉન પર વેેટ વિભાગે રેડ પાડી વેટ ચોરીની 3416 બોરી સોપારી ઝડપી પાડી હતી. સોપારીની કિંમત રૂ. 3.63 કરોડ થાય છે. વેટ ચોરી બદલ બાવળા પોલીસ સ્ટેશનમાં ગોડાઉનના માલિક પ્રકાશ રાવલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

બાવળા પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રકાશ રાવલે ગોડાઉનમાં સોપારીનો મોટો જથ્થો સંગ્રહી રાખ્યો હતો. વેેટ કમિશનરના આદેશથી દરોડો પાડવામાં આવ્યો હતો.

પ્રકાશ રાવલે વેટ ચોરી કરી કર્ણાટકના સિનોગ જિલ્લાના અલગ અલગ ગામોમાંથી ખેડૂતો પાસેથી રોકડેથી સોપારી ખરીદ્યાના વાઉચરો રજૂ કર્યા હતા. પરંતુ વાઉચર બનાવટી હતા અને રજિસ્ટરે ખોટા હિસાબો દર્શાવામાં આવ્યા હતા. વેટ વિભાગને પણ ખોટી માહિતી આપી સરકાર સાથે ઠગાઇ કરી ખોટા દસ્તાવેજ આપ્યા હતા.

અંગે વેટ વિભાગ દ્વારા કિષ્ના એન્ટરપ્રાઇઝ ગોડાઉનમાં રાખેલી સોપારી સીલ કરીને ગોડાઉન માલિક પ્રકાશ રાવલ વિરુદ્ધ બાવળા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.

વેટ વિભાગને પણ ખોટા બિલ અને વાઉચર આપી ગેરમાર્ગે દોર્યો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો