તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • એકેય મ્યુનિ. હોસ્પિટલમાં ICU ઓન વ્હીલ કેમ નહીં? લોકોએ ચાર હજાર ખર્ચવા પડે છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એકેય મ્યુનિ. હોસ્પિટલમાં ICU ઓન વ્હીલ કેમ નહીં? લોકોએ ચાર હજાર ખર્ચવા પડે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હૃદયરોગ,શ્વાસને લગતાં રોગો કે અકસ્માતનાં કેસમાં દર્દીને ઘરેથી હોસ્પિટલ, હોસ્પિટલથી અન્ય હોસ્પિટલમાં ખસેડવા માટે દરેક હોસ્પિટલમાં આઇસીયુ ઓન વ્હીલ (અત્યાધુનિક સવલતો ધરાવતી એમ્બુલન્સ) હોવી આવશ્યક છે. પરંતુ, જાણીને આંચકો લાગશે કે, શહેરની કોર્પોરેશન સંચાલિત શારદાબહેન, એલજી, વીએસ હોસ્પિટલમાં આઇસીયુ ઓન વ્હીલ નથી. જેને કારણે દર્દીને જરૂર પડે ત્યારે પ્રાઇવેટ આઇસીયુ ઓન વ્હીલ મંગાવવા માટે રૂ. 3થી 4 હજાર ચૂકવવા પડે છે. તેમજ જો દર્દીને લઇ જવાનું અંતર દૂર હોય તો પ્રતિ કિ.મી. રૂ.30થી 35 ચૂકવવા પડે છે. એલજી હોસ્પિટલ પાસે તો સાદી એમ્બુલન્સ પણ નથી જ્યારે શારદાબહેન હોસ્પિટલમાં માત્ર એક એમ્બુલન્સ છે. તેમજ સિવિલમાં ત્રણ આઇસીયુ ઓન વ્હીલ છે, જે મોટેભાગે વીઆઇપીની સરભરામાં હોય છે.

હોસ્પિટલનાંડોકટરો-સ્ટાફને કમિશન : દર્દીનેએકથી બીજી હોસ્પિટલમાં ખસેડવાના હોય ત્યારે હોસ્પિટલનાં ડોકટરો દર્દીના સગા પાસે આઇસીયુ ઓન વ્હીલ મંગાવાનો આગ્રહ રાખે છે. સગા તૈયાર થાય તે સાથે ડોકટર કે સ્ટાફ ગણતરીની મિનિટમાં પ્રાઇવેટ આઇસીયુ ઓન વ્હીલની ગોઠવણ કરી આપે છે. આમાટે તેમને 15 ટકા સુધીનું કમિશન મળે છે.

કેસનં- 1 : થોડાસમય પહેલાં વીએસ આઇસીયુમાં દાખલ 1 દર્દીનાં સગાએ દર્દીને કોર્પોરેટ હોસ્પિટલમાં ખસેડવા આઇસીયુ ઓન વ્હીલની જરૂર પડી ત્યારે હોસ્પિટલ પાસે આઇસીયુ ઓન વ્હીલ હોવાથી હોસ્પિટલનાં ટેલિફોન ઓપરેટરે પ્રાઇવેટ એમ્બુલન્સ મંગાવી આપી દર્દીનાં સગાએ 4 હજાર ચૂકવવા પડ્યાં.

કેસનં-2 : સિવિલમાંદાખલ એક દર્દીનાં સગાએ સારવારથી અસંતૃષ્ટ થઇને દર્દીને ડામા (ડિસ્ચાર્જ અગેઇન્સ મેડિકલ એડવાઇસ) અન્ય હોસ્પિટલમાં ખસેડવાનું જણાવ્યું ત્યારે બે આઇસીયુ ઓન વ્હીલ મંત્રીનાં કાફલામાં હોવાથી મળી શકશે નહિ તેવું જણાવી દેતાં પ્રાઇવેટ એમ્બુલન્સ મંગા‌વવી પડી હતી.

એલજી : એક સાદી એમ્બુલન્સ પણ વસાવી નથી

એલજીહોસ્પિટલમાં આઇસીયુ ઓન વ્હીલની વાત દૂર રહી, હોસ્પિટલમાં એક સાદી એમ્બુલન્સ પણ નથી. એલજી હોસ્પિટલનાં આરએમઓનાં જણાવ્યાં મુજબ, હોસ્પિટલમાં આઇસી ઓન વ્હીલ નહીં પણ સાદી એમ્બુલન્સ પણ નથી. કારણ કે, જરૂર પડ્યે 108 આવે છે, જેમાં તમામ વ્યવસ્થા હોય છે.

વીએસ: કિમી દીઠ 35ના ભાવે સેવા મેળવવી પડે છે

એલજીઅને શારદાબહેન હોસ્પિટલ કરતાં વીએસમાં કાર્ડીયાક વિભાગ હોવાની સાથે સારવાર માટે આવતાં દર્દીઓની સંખ્યા બમણી હોવા છતાં આઇસીયુ ઓન વ્હીલ એમ્બુલન્સ નથી. જેથી જરૂર પડે ત્યારે હોસ્પિટલનો સંપર્ક કરતાં તેઓ પ્રાઇવેટ આઇસીયુ ઓન વ્હીલ મંગાવી આપે છે. જેનાં પ્રતિ કિ.મી. રૂ. 30થી 35 ચૂકવવા પડે છે.

સિવિલ : 3 ICU ઓન વ્હીલ પરંતુ લોકોને તેની જાણ નથી

સિવિલહોસ્પિટલમાં હોસ્પિટલે ખરીદેલી બે અને 1 રાજ્ય સરકારની મળીને કુલ 3 આઇસીયુ ઓન વ્હીલ છે. તેમજ 6થી 7 જેટલી સાદી એમ્બુલન્સ છે. પરંતુ, હોસ્પિટલમાં રહેલી ત્રણ આઇસીયુ ઓન વ્હીલ એમ્બુલન્સ દર્દીને હોસ્પિટલથી ઘરે લઇ જવા માટે રૂ. 5 પ્રતિ કિ.મી.થી આપવામાં આવે છે. પરંતુ, લોકો સુવિધાથી અજાણ હોવાથી મોટેભાગે આઇસીયુ ઓન વ્હીલનો મુખ્યમંત્રી, રાજ્યપાલ તથા મંત્રીઓનાં કાફલામાં સામેલ થવા પૂરતો મર્યાદિત બન્યો છે. સિવાય ત્રણેય એમ્બુલન્સ હોસ્પિટલનાં ટ્રાન્ઝિસ્ટ વોર્ડની સામે પડી રહે છે.

શારદાબહેન: ફક્ત એક સાદી એમ્બુલન્સ, એમાંય પાંખી સુવિધા

શારદાબહેનહોસ્પિટલમાં પણ આઇસીયુ ઓન વ્હીલ એમ્બુલન્સ તો નથી પણ હોસ્પિટલની પોતાની એક એમ્બુલન્સ છે, જેમાં માત્ર દર્દીને ઓક્સિજન ચઢાવી શકાય તેટલી સુવિધા છે.

દર્દીને એકથી બીજી હોસ્પિટલમાં ખસેડવો હોય ત્યારે હોસ્પિટલનાં આઇસીસીયુ અને આઇસીયુ જેવી તમામ સુવિધા એમ્બુલન્સમાં મળી રહે તે જરૂરી છે. તો દર્દીને નિર્ણાયક પળોમાં તમામ સુવિધા સાથે અન્ય હોસ્પિટલમાં ખસેડી શકાય. દરેક આઇસીયુ ઓન વ્હીલમાં ડોક્ટર કે ટ્રેઇન્ડ મેડિકલ સ્ટાફ સહિત 4 લોકો હોય છે. એમ્બુલન્સમાં વેન્ટિલેટર, ઓક્સિજન, ઓટોમેટિક પોર્ટેબલ રેસ્પીરેટર, કાર્ડીયાક મસાજ માટે ડીફ્રીબિલેટર કમ મલ્ટિપેરામીટર મોનિટર દવા અને બ્લડ બોટલ રાખવા ફ્રીઝ, સ્ટ્રેચર સહિતની સુવિધા હોય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો