• Gujarati News
  • National
  • રોજ 35 હજાર ક્વિન્ટલ શાકભાજીની જગ્યાએ વરસાદના લીધે આવક 20 હજાર ક્વિન્ટલ ઘટી હતી

રોજ 35 હજાર ક્વિન્ટલ શાકભાજીની જગ્યાએ વરસાદના લીધે આવક 20 હજાર ક્વિન્ટલ ઘટી હતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરસાદ બંધ, લીલાશાકનાં ભાવમાં રૂ.5થી 10નો ઘટાડો

રાજ્યમાંસતત પડી રહેલા વરસાદના કારણે માર્કેટયાર્ડમાં શાકભાજીની આવકમાં ભારે ઘટાડો થયો હતો. જેના કારણે લીલાશાકભાજી સિઝનમાં મોંઘા થયા હતા. માંગ મુજબ આવક હોવાથી તમામ શાકના ભાવ રૂ. 100ને આંબી ગયા હતા.

શનિવાર અને રવિવારે માર્કેટયાર્ડમાં 32 હજાર ક્વીન્ટલ શાકભાજીની આવક થતા મોટા ભાગના લીલાશાકનાં ભાવમાં રૂ. 5 થી 10નો ઘટાડો થયો હતો. માર્કેટયાર્ડના સેક્રેટરી દીપક પટેલે જણાવ્યું હતું કે, વરસાદ રોકાતા લીલાશાકભાજીની આવક શરૂ થઇ ગઇ છે. જો આવક આવી રીતે ચાલુ રહેશે તો મંગળવાર સુધીમાં મોટા ભાગના શાકનાં ભાવ રૂ. 30થી 50 પ્રતિકિલોની અંદર આવી જશે.

અમદાવાદ શાકમાર્કેટમાં રોજેરોજ 35 હજાર ક્વિન્ટલ શાકભાજી આવે છે પરંતુ વરસાદને લીધે આવકમાં 20 હજાર ક્વિન્ટલનો ઘટાડો થયો હતો. જેથી શાકભાજીના ભાવમાં વધારો થયો હતો. હવે નવા સ્ટોકની આવક શરૂ થતા લીલા શાકભાજીનાં ભાવોમાં ઘટાડો થયો છે. લીલા શાકભાજીનાં ભાવ પહેલાથી આસમાને પહોંચેલા છે. વરસાદનાં કારણે ભાવ ઘટવાની જગ્યાએ વધી ગયા હતા. પરંતુ હવે શાકભાજીનાં આવકમાં વધતા વધેલા શાકભાજીનાં ભાવમાં ઘટાડો થવા લાગ્યો છે.

જો આવી રીતે આવક ચાલુ રહી તો મંગળવાર સુધીમાં તમામ લીલા શાકભાજીનાં ભાવ ઘટીને રૂ. 30 પ્રતિકિલોની અંદર આવી જશે. મોટા ભાગના શાકભાજીનાં ભાવમાં રૂ. 5થી 10નો પ્રતિકિલો ઘટાડો થયો હતો. તેમ છતાં છૂટક માર્કેટમાં ગૃહિણીઓએ મોંઘા ભાવે શાકભાજીની ખરીદી કરવી પડી રહી છે.

શ્રાવણ મહિનામાં મોટા ભાગના લોકો ઉપવાસ કરતા હોય છે જેમાં વધારે બટાકાનો ઉપયોગ થતો હોય છે. બટાકાની આવક થતાં હવે રૂ. 7.50ના પ્રતિ કિલોના ભાવે સારા બટાકાનું એપીએમસીમાં વેચાણ થઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદ પડવાને કારણે આવક ઘટતાં શાકભાજીના ભાવ વધ્યા હતા.

શાક વધેલા ભાવ ઘટાડો

રીંગણ5045

ફલાવર2520

વાલોળ5040

દૂધી4030

ભીંડા7570

કારેલા7060

ચોળી9060

ટીંડોળા8060

તૂરિયા7055

કોથમીર5545

નોંધ:શાકના ભાવ પ્રતિકિલો રૂપિયામાં

ભાવમાં ઘટાડો

અન્ય સમાચારો પણ છે...