• Gujarati News
  • National
  • ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ સામે તોળાતા પગલાં

ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ સામે તોળાતા પગલાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અધિકારીએ જે રોડ કામની 150 ફાઈલ દબાવી, રોડ ધોવાયા

ચાર મહિના સુધી એકેય પ્રોજેક્ટની ફાઈલ ક્લિયર કરી નહીં

સામાન્ય રીતે દિવાળી વખતે ફાઈલો સહી થઈ જાય પછી રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવે. પણ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં રોડ પ્રોજેક્ટની ફાઈલો ચેમ્બરમાંથી બહાર આવી હતી. જેને પગલે રોડ બનાવવાની કામગીરી ડીલે થઈ હતી અને ત્યારબાદ રોડ પૂરા કરવાની ઉતાવળમાં ગુણવત્તા જળવાઈ નહીં હોવાનો સૂર પણ ઊઠ્યો છે.

રોડ ધોવાણના મુદ્દે રાજ્ય સરકારે પણ કોર્પોરેશનની કામગીરીમાં હસ્તક્ષેપ કરવાની ફરજ પડી છે. રાજ્ય સરકારના એક મંત્રીએ ડેપ્યુટી કમિશનર સામે પગલાં લેવાની પણ વાત ઉચ્ચારી છે. જ્યારે કમિશનર કક્ષાએથી એડિશનલ કક્ષાના અધિકારીઓ સામે પગલાં લેવામાં આવી રહ્યાં હોવાની વિગતો સૂત્રો દ્વારા જાણવા મળી છે. જેમાં એક એડિશનલની બદલી કરવાની વિચારણા છે જ્યારે ઝોનકક્ષાએ નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવનારી હોવાનું મનાય રહ્યું છે.

રોડ ધોવાયાનો રિપોર્ટ સોંપાયો નથી

શહેરમાંકુલ કેટલા રોડ ધોવાયા તેનો રિપોર્ટ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી ચેરમેને ઈજનેર વિભાગ પાસે માંગ્યા છે. છતાં તેમને પણ રિપોર્ટ સોંપવામાં આવ્યો નથી. દરેક ઝોનમાંથી ધોવાયેલા રોડનો રિપોર્ટ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...