પાણી ઓસર્યા આજથી સ્કૂલો શરૂ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગતસોમવારથી પડી રહેલા ભારે વરસાદને કારણે શહેર અને જિલ્લાની તમામ સ્કૂલો અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી. કેટલીક સ્કૂલોમાં પાણી ફરી વળ્યા હતાં. જેથી શનિવાર સુધી રજા જાહેર કરી દેવાઇ હતી. હાલ મોટાભાગના વિસ્તારમાંથી પાણી ઓસરી ગયા છે. પજેથી જિલ્લા કલેક્ટર કચેરીએ તમામ સ્કૂલ સત્તાવાળાઓને સોમવારથી સ્કૂલો શરૂ થાય તે પહેલા સ્કૂલની સફાઇ કરાઇ લેવા તાકીદ કરી છે.

જિલ્લાના નદીકાંઠાના જે વિસ્તારોને વધુ અસર થઇ છે ત્યાં સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય સ્થાનિક આચાર્યો પર છોડાયો છે. બાકીની સ્કૂલોમાં સોમવારથી શૈક્ષણિક કાર્ય શરૂ થઇ જશે. ડીઇઓએ પણ પ્રત્યેક સ્કૂલોને સફાઇ તેમજ દવાના છંટકાવ કરવા માટે સૂચના આપી છે. સફાઇ માટેની ગાઇડલાઇન સાથે પરિપત્ર પણ કર્યો છે. આગામી સપ્તાહમાં તહેવારોની શરૂઆત થતી હોવાથી સ્કૂલોમાં બાકી કોર્સ ઝડપથી ચલાવાશે. જેથી કરીને સત્રની પરીક્ષા સમયસર લઇ શકાય.

અન્ય સમાચારો પણ છે...