• Gujarati News
  • National
  • બે તબક્કામાં પડેલા વરસાદમાં 314 વૃક્ષો જમીનદોસ્ત

બે તબક્કામાં પડેલા વરસાદમાં 314 વૃક્ષો જમીનદોસ્ત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગત વર્ષે સિઝનમાં 700 વૃક્ષો ધરાશાયી થયા હતા

રિવરફ્રન્ટના 2500 વૃક્ષો ‘બીમાર’, માવજત માટે ફૂગનાશક દવા છંટાશે

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયું હતું જેથી રિવરફ્રન્ટ આખો પાણીમાં ગરકાવ થતા અહીં બન્ને તરફ ઉછેરેલા અઢી હજાર વૃક્ષો ‘બીમાર’ થઈ ગયા છે. સદનસીબે વૃક્ષો પડ્યા નથી પણ તેની માવજતની પ્રક્રિયા શરૂ કરાઈ છે. ફૂગનાશક દવા સહિત પેસ્ટિસાઈડસની પ્રક્રિયા કરી વૃક્ષોને બચાવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે.

ઉપરવાસમાંથી પડેલા ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં પૂર આવ્યું હતું. જેને પગલે રિવરફ્રન્ટના લોઅર પ્રોમિનન્ટ આખો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમના લોઅર પ્રોમિનન્ટ પર 2500 જેટલા વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે. પાણી આવવાના કારણે મોટા ભાગના વૃક્ષોના મૂળમાં કોવારો લાગી ગયો છે.

ઘણા ખરા વૃક્ષોનાં મૂળિયા પણ ઊંચા થઈ ગયા છે. આવી સ્થિતિમાં જો દવા કરવામાં આવે નહીં તો વૃક્ષો પડી જવાની કે સૂકાઈ જવાની ભીતિ રહે છે અને ભવિષ્યમાં તેનો વિકાસ થઈ શકે નહીં. આના માટે હવે મ્યુનિ.ગાર્ડન વિભાગ દ્વારા અહીં ફૂગનાશક દવા, પેસ્ટિસાઈડની મિક્સ ટ્રિટમેન્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.

ઝોન ઝાડ પડ્યા

મધ્ય64

પૂર્વ17

પશ્ચિમ108

ઉત્તર37

દક્ષિણ36

નવાપશ્ચિમ 58

કુલ320

પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ઝાડ પડ્યા

અન્ય સમાચારો પણ છે...