અવનવા કીમિયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકોઘરે ઈ-મેમો આવે તે માટે ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભા રહેતાની સાથે વાહનનો નંબર સીસીટીવી કેમેરામાં ઝડપાય નહીં તે માટે નંબર પ્લેટ હાથથી ઢાંકી દે છે, તો કેટલાક લોકો નંબર પ્લેટ ઉપર હાથ રૂમાલ ઢાંકી દે છે. જ્યારે ઘણા બધા લોકો નંબર પ્લેટનો એક ડિજિટલ ઉખાડી અથવા ભૂસી દે છે જ્યારે કેટલાક લોકો નંબર પ્લેટનો છેલ્લો કે પહેલો આંકડો દેખાય તેવી રીતે પ્લેટ વાળી દે છે. આવા વાહનચાલકો ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભા રહ્યા બાદ આડસ ઊભી કરે છે. પરંતુ ત્યારસુધીમાં તેમના વાહનના નંબર સાથેના ફોટા પોલીસના ઝૂમલેન્સ વાળા કેમેરામાં કેદ થઇ ગયા હતા અને તેમના ઘરે ઈ-મેમો મોકલાયા છે. નંબર પ્લેટ સાથે ચેડાં કરે છે તેવા વાહનચાલકો માટે ટ્રાફિક પોલીસ તેમજ સ્થાનિક પોલીસ વાહન ચેકિંગ માટેની ડ્રાઈવ ગોઠવી કાર્યવાહી કરાશે, એમ ટ્રાફિક અધિક પોલીસ કમિશનર ડૉ. સુધીર દેસાઈએ કહ્યું હતું.

વાહનનો નંબર સીસીટીવીમાં આવે તે માટે વાહનચાલકો નંબર પ્લેટ રૂમાલ ઢાંકી દે છે, નંબર પ્લેટવાળી નાખે છે તેમજ હાથ લગાવી દે છે.

વિજય ચારરસ્તા

પાલડી

શ્યામલ

ઈ-મેમોથી બચવા વાહનચાલકો નંબર પ્લેટ ઉપર રૂમાલ-હાથ ઢાંકે છે

અન્ય સમાચારો પણ છે...