વિશ્વ યોગ દિવસે જિલ્લો યોગમય બન્યો

DivyaBhaskar News Network

Jun 22, 2015, 03:05 AM IST
વિશ્વ યોગ દિવસે જિલ્લો યોગમય બન્યો
વિશ્વ યોગ દિવસે જિલ્લો યોગમય બન્યો
વિશ્વ યોગ દિવસે જિલ્લો યોગમય બન્યો
વિશ્વ યોગ દિવસે જિલ્લો યોગમય બન્યો
વિશ્વ યોગ દિવસે જિલ્લો યોગમય બન્યો
વિશ્વ યોગ દિવસે જિલ્લો યોગમય બન્યો
વિશ્વ યોગ દિવસે જિલ્લો યોગમય બન્યો
વિશ્વ યોગ દિવસે જિલ્લો યોગમય બન્યો
વિશ્વ યોગ દિવસે જિલ્લો યોગમય બન્યો

દેશનાંરાજધાની દિલ્હીનાં રાજપથ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં યોગ દિવસની ભવ્ય ઉજવણીની જેમ ગુજરાતના દરેક શહેર અને ગામોમાં પણ યોગ દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. યોગ દિવસને લઇને શહેર તથા જિલ્લાની જુદી જુદી શાળાઓ, કોલેજો, સ્વૈચ્છીક સંસ્થાનાં કાર્યાલયો, ગુરૂકુલો તથા સરકારી કેમ્પસોમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્યામાં બાળકોથી માંડીને વડીલો સુધીનાં નાગરીકો ઉત્સાહ પુર્વક જોડાયા હતા.

બોટાદ: બોટાદજિલ્લામાં 21મી જૂનના રોજ વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના ચાર તાલુકાના વિવિધ કેન્દ્રો અને શાળા મહાશાળાના કુલ મળી 1.37 લાખની વધુ લોકો સામુહિક યોગ પ્રાણાયામ દ્વારા સહભાગી બન્યા હતાં.

ભારતીય સંસ્કૃતિની ઉત્તમ દેન એવી યોગ વિદ્યાને વૈશ્વિક વિરાસત ગણી સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા પ્રતિવર્ષ 21મી જૂનને વિશ્વ યોગ દિન ઉજવવાનું જાહેર કરવામાં આવ્યું છે. જે અન્વયે આજે સમગ્ર દેશની સાથે બોટાદ જિલ્લામા પણ વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેની જિલ્લા કક્ષાની ઉજવણી બોટાદ સ્થિત સરકારી હાઇસ્કુલ ખાતે વિધાનસભાના ઉપાધ્યાક્ષ આત્મારામભાઇ પરમાર, ધારાસભ્ય ડો. ટી.ડી.માણીયા, પ્રભારી પુનમચંદ પરમાર, જિલ્લા કલેકટર એસ.કે.પંડયા, જિલ્લા વિકાસ અધિકારી પી.બી.ઠાકર અને નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક તેજસ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

બોટાદ જિલ્લામાં યોજાયેલી વિશ્વ યોગ દિનની ઉજવણીમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારી તથા પદાધિકારીઓની સાથે જિલ્લાની વિવિધ સંસ્થાઓ જેવી કે પંતજલિ ચિકિત્સાલય, સ્વામીનારાયણ અક્ષરપરુષોતમ સંસ્થા, પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય તથા જિલ્લાની 134 પ્રાથમિક શાળા, 159 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અને 8 કોલેજોના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતાં. બોટાદ શહેરની સરકારી હાઇસ્કુલ ઉપરાંત અેમ.ડી. શાહ વિદ્યાયલ બોટાદ, પતંજલિ યોગ કેન્દ્ર બોટાદ, સ્વામીનારાયણ ગુરુકુળ, દક્ષિણામૂર્તિ વિદ્યાલય, સ્વામીનારાયણ ગુરુકુળ લાઠીદડ, આર.જે.એચ. હાઇસ્કુલ ઢસા, ટાટમ, સાળંગપુર, કુંડળધામ બીઆરસી ભવન રાણપુર તથા પ્રાથમિક શાળા રાજપરા ખાતે પણ વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી.

ધોળકા: ધોળકાખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રસંગે શહેરની સરસ્વતી કન્યા વિદ્યામંદિર કલીકુંડના પટાંગણમાં સામુહિક યોગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના આગેવાનો, નગરજનો, નગરપાલિકા, તાલુકા પંચાયત પ્રમુખ, વેપારી એસોસીએશન, વિવિધ સ્વેચ્છીક સંસ્થાના પ્રતિનિધિ, વકીલ મંડળ તેમજ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને યોગની વિવિધ મુદ્રાઓ ખૂબ સારી રીતે કરી હતી અને વિવિધ આસનો કરી યોગની શરીરના સ્વાસ્થ્ય માટેની ઉપયોગિતા અંગે માહિતી મેળવી હતી અને નિયમિતપણે યોગ કરવાની ટેવ પાડવા પણ જાગૃતતા કેળવવામાં આવી હતી. દેશની યોગશક્તિને વિશ્વએ માની તેનો ગર્વ પણ ધોળકાવાસીઓએ લીધો હતો.

સાણંદ: 21મીજૂન સમગ્ર વિશ્વમાં યોગ દિવસ તરીકે જાહેર થતા રવિવારે દુનિયાભરમાં ઉત્સાહભેર લાખો લોકોએ યોગના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સાણંદમા પણ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં યોગ દિવસની દબદબાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

સાણંદ નગરપાલિકા દ્વારા શહેરના બાવળા રોડ ખાતે આવેલા લક્ષ્મીપૂજન પાર્ટીપ્લોટમાં શહેરકક્ષાનો સામુહિક યોગા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેરની શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સામાજિક સેવા સંસ્થાઓના સભ્યો તેમજ શહેરના નાગરિકોએ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહી ભાગ લીધો હતો. કાર્યક્રમમાં શહેરના કાણેટી રોડ ઉપર આવેલી નિલકંઠ સ્કૂલના 25 વિદ્યાર્થીઓએ સ્ટેજ પર યોગ પ્રદર્શન કર્યું હતું.

સાણંદના ટીડીઓ હીરેનભાઇ પટેલની રાહબરી હેઠળ તાલુકા કક્ષાનો યોગ કાર્યક્રમ સંસ્કારધામ શાળા મનીપુર ખાતે યોજાયો હતો.આદર્શ શાળા કાણેટીમાં પણ મોટી સંખ્યામાં લોકો યોગ શિબિરમાં જોડાયા હતા.

વિરમગામ: તા.21મીજૂનને રવિવારના રોજ પ્રથમ આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વિવિધ સંસ્થાઓ તથા શાળા તેમજ કોલેજો દ્વારા યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી.

જેમા તાલુકા લેવલ કક્ષાની ઉજવણી વિરમગામ વ્યાયામ પ્રચારક મંડળ, ડી.સી.એમ કોલેજ વિરમગામ, પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય વિરમગામ, કે.બી.શાહ હાઇસ્કુલ તેમજ અન્ય સ્કૂલોએ યોગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આમંત્રીતોમાં ડીવાયએસપી બરંડા, ટીડીઓ રબારી, પૂર્વ જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન અને જિલ્લા સદસ્ય કાંતાબેન ઠાકોર, નગરપાલિકા પ્રમુુખ ઝેનલબેન તથા શહેરના અગ્રણીઓ હાજર રહી યોગ કર્યા હતાં.

રામપુરા:21મીજૂનનેરવિવારના રોજ પ્રથમ આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં તેમો વિરમગામ શહેરનો ખાનગી પાર્ટી પ્લોટના મેદાન મામલતદાર ભાવેશભાઇ દવેના નેજા હેઠળ પૂર્વ ધારાસભ્ય પ્રાગજીભાઇ પટેલ, વજુભાઇ ડોડીયા, સમાજસેવા બિરજુભાઇ ગુટણ, શહેરીજનો, પદાધિકારીઓ યોગના કાર્યક્રમમા ઉજવણી કરાઇ હતી.જેમાં માંડલના મહાત્મા ગાંધી વિનય મંદિર ખાતે હાઇસ્કુલના ઇન્ચાર્જ મામલતદાર એમ.આર.સોની તાલુકા પંચાયત પ્રમુખ, પદાધિકારીઓ તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

રાણપુર:તા.21મીજૂનનેરવિવારના રોજ પ્રથમ આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વિવિધ સંસ્થાઓ તથા શાળા તેમજ કોલેજો દ્વારા યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં રાણપુરના રાજપરા અને ચંદરવા ગામની શાળાઓમાં સવારના 6.30 કલાકે ઉજવાયો હતો.આ યોગ કાર્યક્રમમાં એસ.કે.ડાભી, ટીડીઓ રાણપુર, લાભુબેન તખતસંગભાઇ તા.પં.પ્રમુખ, ડો.ધારાબેન ત્રિવેદી રાણપુરના તા.ભાજપ પ્રમુખ, ગણેશભાઇ મેણીયા સરપંચ રાજપરા, ભગવતસિંહ દાયામ, જીતુભા લીંબોલા ગ્રામ પંચાયતના સભ્યો, એસ.એમ.સી.ના સભ્યો તેમજ શાળાના વિદ્યાર્થીઓ અને કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.તેમજ ચંદરવા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર રહ્યાં હતાં.

વિશ્વ યોગ દિવસે ભારતની યોગ પરંપરા વિશ્વકલ્યાર્ણે ભારતની સરહદો વટાવીને વિશ્વવ્યાપી બની છે. ત્યારે જિલ્લામાં થયેલી વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં વહેલી સવારથી અબાલ વૃદ્વ સૌ કોઇ યોગમાં જોડાઇને વિશ્વ યોગ દિવસની પહેલને સમર્થન આપ્યું હતું

ઉજવણી|યોગશિબિરોમાં વહેલી સવારથી લોકો યોગ-પ્રાણાયમ કરવા ઊમટ્યા: શાળા-કોલેજો તથા સંસ્થાઓમાં ભવ્ય ઉજવણી

X
વિશ્વ યોગ દિવસે જિલ્લો યોગમય બન્યો
વિશ્વ યોગ દિવસે જિલ્લો યોગમય બન્યો
વિશ્વ યોગ દિવસે જિલ્લો યોગમય બન્યો
વિશ્વ યોગ દિવસે જિલ્લો યોગમય બન્યો
વિશ્વ યોગ દિવસે જિલ્લો યોગમય બન્યો
વિશ્વ યોગ દિવસે જિલ્લો યોગમય બન્યો
વિશ્વ યોગ દિવસે જિલ્લો યોગમય બન્યો
વિશ્વ યોગ દિવસે જિલ્લો યોગમય બન્યો
વિશ્વ યોગ દિવસે જિલ્લો યોગમય બન્યો
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી