• Gujarati News
  • National
  • અગલે બરસ તુ જલદી આ....ભાવભીની પ્રાર્થના સાથે ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરાયું

અગલે બરસ તુ જલદી આ....ભાવભીની પ્રાર્થના સાથે ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ અને બોટાદ જિલલામાં ગુરુવારે વાજતે-ગાજતે અને અબીલ ગુલાલની છોડો ઉડાડીને ભક્તોએ ભગવાન ગણેશને િવદાય આપી હતી. વિરમગામ શહેરના ઠક્કરબાપા કોલોની, ચાંદફળી, સુથારફળી, પારેખ પોળ, દેસાઇ પોળ, શ્રાવકની શેઠ ફળી, પરકોટા, વિશ્વકર્મા ચોક, ઉમિયા સોસાયટી, ઇન્દર રેસિડેન્સી, ગણેશ પાર્ક, અરિહંત ફ્લેટ, હાથી તલાવડી, વાલ્મીકીવાસ, જેવા વિસ્તારોમાંથી વિસર્જન માટે શોભાયાત્રા નીકળી હતી. ગણપતિ વિસર્જન વખતે ગણેશ ભક્તોને તકલીફ પડે તે માટે સામાજિક કાર્યકર બિરજુ ગુપ્તા તથા તેમની ટીમે તરાપો, લાઇફ જાકીટ, ટ્યુબ અને દોરડાની વ્યવસ્થા કરી હતી. કોમી એકતાના ભાગરૂપે યાસનીભાઈ (ન.પા.કાઉન્સીલર), મુસ્તાક ખાવડીયા (ન.પા. કાઉન્સીલર) સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ આગેવાનો પણ સેવામાં જોડાયા હતા. ચુંવાળ પંથકના રુદાતલ ગામથી જંબુસર તળાવ સુધી બેન્ડવાજા સાથે ગણેશ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. રામપુરા(ભંકોડા)માં જોગણી માતાજી ચોક તથા અંબિકાનગર સોસાયટીથી પણ ગણેશ ભક્તો વિસર્જન માટે નીકળ્યા હતા. બોટાદમાં પણ ભગવાન ગણેશના જયજયકાર સાથે મોટી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ટાવર રોડ, સ્ટેશન રોડ, પાળિયાદ રોડ, સાળંગપુર રોડ જેવા અનેક વિસ્તારો ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી ગંુજી ઉઠ્યા હતા. ધોળકા શહેરના ખીજડાશેરી, પ્રજાપતિવાસ, શિવજીનગર, કાછિયા શેરી, ખોખર ચકલા, વિરાટનગર સોસાયટીના રહીશોએ ભગવાન ગણેશને ચિકલી તળાવ તથા શંકર તળાવમાં વિસર્જન કરી વિદાય આપી હતી. ધંધૂકા શહેરના તળાવોમાં પાણી નહીં ભરાવવાથી નજીકના ગામોમાં આવેલા તળાવોમાં વિસર્જન માટે ગણેશ ભક્તો પહોંચ્યા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખી તાલુકામાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.ગઢડા(સ્વામીના) મુકામે મોહનનગર સોસા. ગુરૂના ઘર પાસે, શ્રીજી ફૂલઘર પાસે,ગોપીનાથ સોસાયટી વિસ્તાર, કુંભાર શેરી, ચુંવાળીયા શેરીના નાકે, સિનેમાં રોડ, શાક માર્કેટ પાસે, રામજી મંદિરની શેરી, બંગાલી સોની કારીગર પરિવાર, ગઢીયા શેરી, સામાકાંઠે ટેકરીયા હનુમાનજી મંદિર, પોલિસ સ્ટેશન સામે હરીદર્શન રેસીડેન્સી સહિતના વિસ્તારોમાંથી ગણપતિ મૂર્તિનું વિસર્જન કરાયુ હતુ. તસવીર-ગૌરાંગવસાણી, ભરતસિંહ ઝાલા, કેતનસિંહ પરમાર , માર્ગેશ મોદી, જયદીપ પાઠક, રાજુ શર્મા, જિજ્ઞેશ સોમાણી, પ્રભાકર મોદી

સાણંદ

બરવાળા-રાણપુર

રામપુરા

બાવળા

ધોળકા

બોટાદ

ધંધૂકા

વિરમગામ

અન્ય સમાચારો પણ છે...