કલા વારસો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવરાશમાં સિરિયલ જોવાને બદલે ભરતકામ કરીએ છીએ

ભચાઉના હિના રબારી, જશોદાનગરના જીવણીબહેન રબારી અને સેવાના કાર્યકર સાયરા બુખારી કુટુંબની વચ્ચે રહીને તમામ જવાબદારી સાથે તેઓ પોતાનો હસ્તકલા વારસો જીવંત રાખે છે અને નવરાશની પળોમાં સિરિયલને બદલે કચ્છી ભરતકામ કરે છે. જીવણીબહેન કહે છે, ‘નવરુ મન તો નખ્ખોદ વાળે એના કરતાં કંઈક કામ કરીએ તો ભલુ થાય.નવરાશમાં કામ કરી કમાણી કરી લઈએ છીએ.’

સિટી રિપોર્ટર @ahm_cbશહેરનાસેવા કોઓપરેટીવ ફેડરેશનમાં પોતાની હસ્તકલા કૌશલ્ય સાબિત કરી ચૂકેલી 200 જેટલી મહિલાઓ એકત્ર થઈ હતી. પ્રસંગ હતો ગુજરાતના હસ્તકલા વારસાને સજીવન કરીને તેમાં પોતાનું યોગદાન આપી રહેલી મહિલાઓ જેમને રોજગાર પૂરો પાડવામાં આવે છે તે પ્રોજેક્ટને દર્શાવવાનો. પ્રોજેક્ટના ડિરેક્ટર લલિતા કૃષ્ણસ્વામીએ કહ્યું કે, ‘હસ્તકલા વારસો જીવંત રહે તે માટે સેવા કોઓપરેટિવ ફેડરેશનના પ્રોજેક્ટ અંતર્ગત મહિલાઓ આર્ટમાંથી રોજગારી મળે તે માટે ડિઝાઈન અને માર્કેટિંગ પાસાઓની તાલીમ અપાઈ છે. પ્રોજેક્ટથી વિસરાતી હસ્તકલા જીવંત રહેશે અને કલાકારો તેનો વારસો પોતાની નવી પેઢીને આપી શકશે.’

ગુરુવારે સેવા ફેડરેશનના હસ્તકલા વારસાના પ્રોજેક્ટ અંતર્ગત કાર્યક્રમ યોજાયો. જેમાં અમદાવાદ, કચ્છ, મહેસાણા પાટણ અને સુરેન્દ્રનગરની 200 જેટલી મહિલા આર્ટિસ્ટ હાજર રહી હતી.

અન્ય સમાચારો પણ છે...