તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વિરમગામમાં ગાયત્રી પરિવાર દ્વારા રથનું ભવ્ય સ્વાગત કરાયું

વિરમગામમાં ગાયત્રી પરિવાર દ્વારા રથનું ભવ્ય સ્વાગત કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામશહેરમાં મંગળવારે ગાયત્રી મંદિર ખાતે આવી પહોચેલ માં ગાયત્રીના ભવ્ય રથનું સ્વાગત મંદિરના કમિટીના સભ્યો નરેન્દ્રભાઇ પટેલ, કરશનભાઇ પટેલ, પરષોતમભાઇ પંચાલ તથા ગાયત્રી પરીવાર દ્વારા કરવામાં આવ્યું હતુ. જેમાં મોટીસંખ્યામાં ભાઇબહેનો હાજર રહેલ હતા.

ભવ્ય રથ વિરમગામ શહેર- તાલુકાના ગામોમાં ફરી તા.22 થી 25 ડીસે. દરમિયાન અમદાવાદ જિલ્લા ગાયત્રી પરીવાર સમન્વય સમિતી દ્વારા યોજાનારા વિરાટ સંસ્કાર મહોત્સવ તથા 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞનો લાભ લઇ શકે તે માટે વિરમગામ શહેર અને અંતરીયાળ ગામો સુધી ફરશે. વિરાટ સંસ્કાર મહોત્સવ તથા 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞનો હેતુ વિશ્વમાં ચાલતી ઉથલ-પાથલ તથા માનવીઓમાં ઉદભવતી વિવિધ સમસ્યાઓના સામાધન અને મનની શાંતિ માટે યોજેલ છે.

તા.22 ડીસે. કળશ યાત્રાથી વિવિધ કાર્યક્રમો શરૂ થશે અને 25 ડીસે. ગાયત્રી મહાયજ્ઞ અને ગુરુ દીક્ષા કાર્યક્રમો યોજાશે. જેમાં ડો. પ્રણવ પંડયા તથા શૈલલજીની વિશેષ ઉપસ્થિતી રહેશે. કાર્યક્રમ વ્યાસ વાટીકા ગ્રાઉન્ડ, ઇસનપુર ચાર રસ્તા, અમદાવાદ ખાતે યોજાશે.

અન્ય સમાચારો પણ છે...