તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ફંડ રાઇઝિંગ માટે શહેરના વિદ્યાર્થીનું ફોટો એક્ઝિબિશન

ફંડ રાઇઝિંગ માટે શહેરના વિદ્યાર્થીનું ફોટો એક્ઝિબિશન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રિવરસાઈડ સ્કૂલમાં 11મા ધોરણમાં અભ્યાસ કરતા અને ફોટોગ્રાફીના શોખીન પરમવીર સિંઘે ફંડ રાઈઝિંગ માટે પોતે લીધેલી તસવીરોનું ફોટો એક્ઝિબિશન વેન્ચર સ્ટુડિયો ખાતે યોજ્યું છે. એક્ઝિબિશનમાંથી મેળવેલી આવક તે તેની રિવરસાઈડ સ્કૂલમાં રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ભણતા વિદ્યાર્થીઓ માટે ખર્ચ કરશે. એક્ઝિબિશન 10થી 17 સ્ટેમ્બર સુધી સવારે 11થી 8 કલાક દરમિયાન રહેશે. અંગે માહિતી આપતા પરમવીર સિંઘે જણાવ્યું હતુ કે, ‘મને ફોટોગ્રાફીનો શોખ છે, પરંતુ મારા શોખથી કોઈકનું ભલું થાય તેવું મારા અને મારા પરીવારજનોનું માનવું છે. તેથી મેં સૉલો એક્ઝિબિશન યોજ્યું છે. એક્ઝિબિશનમાં અમદાવાદની આજુ-બાજુના સેન્ચ્યુરી એરિયા જેવા કે થોળ, નળસરોવર ઉપરાંત રીવરફ્રન્ટ, ઈન્દ્રોડા પાર્ક, ગુજરાત યુનિવર્સિટી તેમજ પોલો ફોરેસ્ટમાંથી લીધેલી બર્ડસની તસવીરો છે. કુલ 29 તસવીરોમાં ડવ, ઘુવડ, સારસ, કબૂતર, પોપટ જેવા પક્ષીઓ ઉપરાંત મંગુસ, વાંદરો, ખિસકોલી તેમજ સૂર્યનો સમાવેશ થાય છે, જે મેં ચાર મહીનામાં કલેક્ટ કરી છે.’

} રીવર સાઈડ સ્કૂલમાં 11મા ધોરણમાં અભ્યાસ કરતો પરમવીર સિંઘ પોતાની ક્લિક કરેલી તસવીરો સાથે. પરમવીરે અમદાવાદના જુદા-જુદા વિસ્તારોમાં ફરીને ફોટોગ્રાફી કરી છે.
અન્ય સમાચારો પણ છે...