‘ગાર્ડ’ નજર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જમીનએન.એ. કરવા સહિતની કામગીરીમાં ભ્રષ્ટાચારની ફરિયાદોને ડામવા જિલ્લા કલેકટરે ચીટનીસ બાદ ગણોત વિભાગની બહાર સુરક્ષાગાર્ડને બેસાડવો પડ્યો છે. હવે ગણોત વિભાગમાં પ્રવેશતાં પહેલા ફરજિયાતપણે રજિસ્ટરમાં અરજદાર કોને મળવા જાય છે અને કયા કામથી જાય છે, તે અધિકારીનું નામ સહિતની નોંધણી કરવી પડશે. ગણોત શાખનું કામ એન.એ.ની ફાઇલ સંદર્ભે અભિપ્રાય આપવાનું કામ છે. જેના માટે એક મીટર દીઠ રૂપિયા એકથી લઇ દસ સુધીનો વ્યવવાર કરવો પડતો હોવાનું જાણવા મળ્યું છે.

અત્યાર સુધી ગણોત શાખામાં બેરોકટોક અવરજવર રહેતી હતી, ખુલ્લેઆમ ફાઇલો લઇ દલાલો ફરતા હતા અને ફાઇલ ક્લિયર કરવા માટે લાંબો સમય દલાલો બેસી રહેતા હતા. જેને રોકવા માટે ગણોત વિભાગની બહાર સુરક્ષાગાર્ડ બેસાડી નોંધણી ફરજિયાત કરાઇ છે. જેનાથી એન.એ.ની ફાઇલના નિકાલમાં પારદર્શકતા આવવા ઉપરાંત અરજદારોને બિનજરૂરી વ્યવહારોમાંથી મુક્તી મળશેે. તેવું મનાઇ રહ્યું છે.

એન.એ. સહિતની કામગીરી સંભાળતા કેટલાક લોકોએ જણાવ્યું કે, જમીનમાં કોઇ પણ કામગીરી માટે ગણોતને લગતો કોઇ કેસ તો પડતર નથીને તેટલો રિપોર્ટ આપવાની સામાન્ય રીતે જવાબદારી સબંધીત વિભાગની છે પરંતુ ગણોત શાખામાં પડેલી ફાઇલ મોટાભાગે વહીવટ થયા સિવાય બહાર નિકળતી નહીં હોવાનું જાણવા મળ્યું છે. ગણોત વિભાગમાં ફાઇલ કલીયર કરવા માટે કલાર્કથી લઇ ઉચ્ચ અધિકારી સુધીની સહી કરાવવા માટે જમીનના એક મીટર દીઠ રૂપિયા દસ સુધીનો ભાવ ચૂકવવો પડે છે. સુત્રો કહેછેકે આમ તો એન.એ.ની ફાઇલના નિકાલ માટે જનસેવા કેન્દ્રથી લઇ તમામ વિભાગોમાં ફરતી ફાઇલ માટે જમીનના એક મીટર દીઠ રૂપિયા 100 સુધી ચૂકવવા પડે છેે.

કલેક્ટર કચેરીમાં આટલો બધો ભ્રષ્ટાચાર? ગાર્ડ મૂકવા પડે છે!

કલેક્ટર કચેરીમાં પહેલા માળે આવેલી ગણોત ખાતાની ઓફિસ બહાર સુરક્ષા કમી બેસાડવામાં આવ્યો છે. ફોટો- ભાસ્કર

અરજદારોના જણાવ્યા અનુસાર પ્રથમ જનસેવા કેન્દ્રમાં એન.એ.ની ફાઇલની નોંધણી કરાવ્યા પછી, ફાઇલ સબંધિત મામલતદાર પાસે જાય, પછી તલાટી પંચનામું કરે અને સર્કલ ઓફિસર કાર્યવાહી કરે ત્યારપછી ફાઈલ મામલતદાર પાસે પાછી આવે છે, પછી અભિપ્રાય માટે પ્રાંત ઓફિસમાં જાય અને ત્યાંથી પરત આવ્યા પછી ચીટનીસ, ગણોત, યુએલસી, લીગલ વિભાગમાં જાય, ત્યાંથી જમીન સંપાદન વિભાગમાં પછી વધારાના જમીન સંપાદન વિભાગમાં ત્યાંથી પરત આવ્યા પછી મામલતદાર (ચીટીનીસ વિભાગ) અને પછી નાયબ કલેકટર પાસે, આરએસી અને અંતમાં જિલ્લા કલેકટર પાસે ફાઇલ ક્લિયર થાય છે.

અન્ય સમાચારો પણ છે...