તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad ટોરેન્ટ સામે થયેલી રિટમાં યોગ્ય ઉકેલ લાવવા હાઈકોર્ટની AMCને ટકોર

ટોરેન્ટ સામે થયેલી રિટમાં યોગ્ય ઉકેલ લાવવા હાઈકોર્ટની AMCને ટકોર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાઇન નાખવા, રિપેરિંગ કરવા માટે રસ્તાના ખોદકામમાં હાઇકોર્ટ દ્વારા અપાયેલા કેટલાક નિર્દેશોને પડકારતી પિટિશનમાં હાઇકોર્ટે એએમસીને ટકોર કરી છે કે, આ સમસ્યાનો કોઇ યોગ્ય ઉકેલ શોધો. જે સાથે કોર્ટે કેસની વધુ સુનાવણી આગામી 12મી ઓક્ટોબર પર મુલત્વી રાખી છે. ટોરેન્ટ દ્વારા એવી રજૂઆત કરી હતી કે, તેઓ નિયમ પ્રમાણે મ્યુનિ. સમક્ષ નિશ્ચિત રકમ જમા કરાવવા તૈયાર છે. અગાઉ હાઇકોર્ટે એવો આદેશ આપ્યો હતો કે, ગેસ પાઇપલાઇન, વીજ લાઇન કે બ્રોડબેન્ડ નાખવા માટે જે કંપની ખોદકામ કરે તેમણે જ રસ્તો રિસરફેસ કરી આપવો જોઇએ. તેમજ જો સંતોષકારક રિપેરિંગ ન કરે તો તેમણે ડિપોઝિટ કરેલી રકમ જમા કરી લેવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...