તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad બાઇક સ્લીપ થયા બાદ ટ્રક નીચે આવી જતાં વિદ્યાર્થીનું મોત

બાઇક સ્લીપ થયા બાદ ટ્રક નીચે આવી જતાં વિદ્યાર્થીનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભવન્સ કોલેજમાં અભ્યાસ કરતો રાયખડનો યુવક રિસેસમાં ઘરે જઇ રહ્યો હતો. તે દરમિયાન તેની બાઇક સામે આવેલા વ્યક્તિને બચાવવા જતા ખાનપુર દરવાજા રોડ પર બાઇક સ્લિપ થયું અને તે ટાટા 407ના પાછલા ટાયરમાં આવી જતા તેનું મોત નિપજ્યું હતું. શાહપુર પોલીસે ટ્રકચાલકની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.

રાયખડ ગાયકવાડ હવેલી પાસે પ્રગતિચોકમાં રહેતો 20 વર્ષીય જયદીપ કસુમાયુધ મકવાણા ભવન્સ કોલેજમાં અભ્યાસ કરતો હતો. શુક્રવારે સવારે 10.30 વાગ્યાની આસપાસ કોલેજમાં રિસેસ પડતા તે બાઇક લઇ પોતાના ઘર તરફ કામા હોટેલથી ખાનપુર દરવાજા રોડ પરથી જઇ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...