તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad સેટેલાઈટમાં બાઇકસવાર ગેંગે 2 કિશોરને એક્ટિવા પરથી નીચે પાડી પટ્ટાથી માર્યા

સેટેલાઈટમાં બાઇકસવાર ગેંગે 2 કિશોરને એક્ટિવા પરથી નીચે પાડી પટ્ટાથી માર્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | પશ્ચિમ અમદાવાદમાં એક સ્ટન્ટ બાજ ટોળકીએ સેટેલાઈટ જોધપુર ગામમાં બાઈકથી એક્ટિવાને ઓવરટેક કરીને બર્થ ડે પાર્ટી ઊજવવા જઇ રહેલા કિશોરોને નીચે પાડી દીધા હતા. આટલું જ નહીં સ્ટન્ટ બાજ ટોળકીએ પટ્ટા અને લોખંડની ફેંટો વડે કિશોરોને માર માર્યો હતો. જો કે આ જગ્યા ઉપર એક નાસ્તા સેન્ટરમાં બેઠેલા લોકોએ દોડી આવી આ કિશોરોને બચાવ્યા હતા.

પોલીસે CCTVના આધારે યુવકોને પકડવા તજવીજ હાથ ધરી
સરખેજ શેખ એન્ડ કંપની સામે આવેલી પ્રેરણા સોસાસટીમાં રહેતા સાદાન સોહીલહુસેન કાદરી(16) ધોરણ - 10 માં અભ્યાસ કરે છે. તા.3 ઓક્ટોબરે સાદાનના મિત્ર મોદન નબીલની બર્થ ડે હોવાથી સાદાન, મોદન સહિતના મિત્રો એક્ટિવા લઇને ડ્રાઈવ ઈન હિમાલયા મોલમાં જઇ રહ્યા હતા. રાતે 8.30 વાગ્યે આ મિત્રો જોધપુર ગામ ઈસ્કોન એમ્પોરિયમ પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે પાછળથી પલ્સર 220 બાઈક ઉપર સ્ટન્ટ કરતા યુવાનોના બાઈક ફુલસ્પીડમાં હોવાથી તેમણે તેમણે એક્ટિવાની બાજુમાંથી કટ મારતાની સાથે જ સાદાન અને તેના મિત્રો રોડ ઉપર પટકાયા હતા. જેથી આ બાબતે સાદાન અને તેના મિત્રોએ યુવાનોને ઠપકો આપતા યુવાનોએ ભેગા મળી સાદાન અને તેના મિત્રોની પટ્ટા અને લોખંડની ફેંટો વડે ધોલાઇ કરી હતી. જો કે ભાજીપાંઉ સેન્ટર ઉપર કેટલાક લોકો પરિવાર સાથે જમવા બેઠા હતા. તેઓ સાદાન અને તેના મિત્રોને છોડાવ્યા હતા.

આ અંગે સેટેલાઇટના પીઆઇ કે.ડી.ખાંભલાએ જણાવ્યું હતુ કે, લોકો ભેગા થઇ જતા હુમલાખોર યુવાનો નાસી છૂટ્યા હતા. જેથી આસપાસમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તેમને પકડવા તજવીજ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...