કસ્ટમર્સે સાઈલન્ટ રહી મુકબધિર વોલિન્ટિયર્સ પાસેથી ખરીદી કરી

NID સ્ટુડન્ટ્સે બનાવ્યો alt145સાઈલન્ટ સ્ટોરalt146

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:50 AM
Ahmedabad - કસ્ટમર્સે સાઈલન્ટ રહી મુકબધિર વોલિન્ટિયર્સ પાસેથી ખરીદી કરી
સિટી રિપોર્ટર cbamdavad@gmail.com

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અમદાવાદ ખાતે પ્રોડક્ટ ડિઝાઇન કોર્સના ફોર્થ યર સ્ટુડન્ટ્સે અંધજન મંડળ અને ઉત્થાન ટ્રસ્ટના સહયોગથી 'સાઇલન્ટ સ્ટોર' નામનો પ્રોજેક્ટ બનાવ્યો હતો. એક દિવસના પ્રોજેક્ટમાં સ્ટુડન્ટ્સે NID કેમ્પસમાં ગ્રાફિક્સવાળી ટીશર્ટ, ગૂંથીને બનાવેલા મોબાઈલ કેબલ્સ અને ગ્રાફિક્સ ડાયરી જેવી 3 પ્રોડક્ટ વેચાણમાં મુકી હતી. ગ્રાફિક્સ ટીશર્ટમાં કસ્ટમર્સને ગમતા સિમ્બોલને અંધજન મંડળ અને ઉત્થાન ટ્રસ્ટના મુકબધિર વોલિન્ટિયર્સે તેમની સામે જ પ્રિન્ટ કરી આપ્યા હતા. તો મોબાઈલ કેબલ ઉત્થાન ટ્રસ્ટના મેન્ટલી ચેલેન્જડ બાળકો દ્વારા બનાવવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ સ્ટુડન્ટ્સ ઐશ્વર્યા નારવેકર, પંકજ યાદવ અને અવની જોશીએ ફેકલ્ટી ગાયત્રી મેનનના ગાઈડન્સમાં બનાવ્યો હતો.

ક્રિએટિવ કામથી તેમનો આત્મ વિશ્વાસ વધશે

આ અંગે સ્ટુડન્ટ ઐશ્વર્યા નારવેકરે કહ્યું હતું કે, ‘મુકબધિરો તેમની ડિસેબિલિટિથી ઉપર ઘણું બધું કરી શકે છે. આ પ્રકારનું ક્રિએટિવ કામ કરવાથી આ બાળકોમાં આત્મવિશ્વાસ આવશે. રિસર્ચમાં મુકબધિરોનો ગ્રાસપિંગ પાવર જોઈ અમને થયું કે આ પ્રોજેક્ટને અમારે મોટા સ્કેલ ઉપર લઇ જવો જોઈએ.’

X
Ahmedabad - કસ્ટમર્સે સાઈલન્ટ રહી મુકબધિર વોલિન્ટિયર્સ પાસેથી ખરીદી કરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App