તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad ગુજરી માર્કેટના વાયર અને સર્કિટથી તૈયાર કરેલા ચિત્રોનો ન્યૂયોર્કમાં શો

ગુજરી માર્કેટના વાયર અને સર્કિટથી તૈયાર કરેલા ચિત્રોનો ન્યૂયોર્કમાં શો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર cbamdavad@gmail.com

અમદાવાદના આર્ટિસ્ટ રાકેશ પટેલ ગુજરી માર્કેટમાં જઈને આર્ટ મટિરિયલ માટે જૂના કમ્પ્યુટરની સર્કિટ અને વાયર્સ લઈ આવે છે. તેમના પેઈન્ટિંગ્સમાં તેઓ વધતા જતાં શહેરીકરણને દર્શાવે છે. જ્યારે રોમા પટેલ ઘણા બધા લેયર્સ, બ્રાઈટ કલર્સ ,ટેક્સચર અને ફોર્મ્સને કેનવાસ પર લઈ આવે છે. આ બંનેનો આર્ટ શો ‘અર્બન અપરોર’ અને ‘માય ઈનર ક્વેસ્ટ’ 27 ઓક્ટોબરથી 9 નવેમ્બર દરમિયાન ન્યૂયોર્કમાં યોજાશે. રવિશંકર રાવળ કલાભવનમાં ન્યૂયોર્ક જતાં પહેલાં તેમનો પ્રિવ્યુ શોનો પ્રારંભ થયો છે. રાકેશ પટેલે કહ્યું કે, ‘ પ્રકૃતિ ચૂપ નથી ,પણ માણસ બહેરો છે. ‘અર્બન અપરોર’ આ ચિત્ર સીરીઝમાં મેં અર્બનાઈજેશન દ્વારા પ્રકૃતિ અને માનવજીવન પર થતી અસરોની વાત રજૂ કરી છે. હું મારા પેઈન્ટિંગ્સમાં મારા વિચારો ,લાગણીઓ - સામાજિક પ્રશ્નો દર્શાવવું છું. તેની માટે જે જવાબદાર છે તેને જ હું આર્ટ મટિરિયલ તરીકે પણ લઉં છું જેમ કે કમ્પ્યુટર સર્કિટ, વાયરો, નકામો પ્લાસ્ટિક વેસ્ટ આ બધુ જ અંતે તો પ્રકૃતિ અને હ્યુમન લાઈફને ડિસ્ટર્બ કરે છે. આર્ટના માધ્યમથી હું આ મેસેજ અમેરિકામાં પણ પહોંચાડીશ. છેલ્લા પાંચ વર્ષથી હું ગુજરી માર્કેટમાં જઈને નકામી વસ્તુઓ લઈ આવું છું અને તેને પેઈન્ટિંગ્સમાં સ્થાન આપું છું.’

આ પેઈન્ટિંગમાં એક મોટુ વૃક્ષ ખુરશી પર મૂક્યું છે અને બેકગ્રાઉન્ડમાં વિસ્તરેલું શહેર દર્શાવ્યું છે. આ ખુરશીને માનવીય લાલસાઓના પ્રતિક સ્વરૂપે પાતળી દોરી વડે જુદી જુદી દિશાઓમાં ખેંચાતી બતાવી છે. આપણે આપણા સ્વાર્થ માટે , શહેરી વિકાસની ઘેલછામાં વૃક્ષોનો નાશ કરીરહ્યા છીએ જે યોગ્ય નથી અને જેની અસર વૈશ્વિક રીતે થઈ રહી છે તે તેનો મેસેજ છે.

અન્ય સમાચારો પણ છે...