સેન્સેક્સ 9 ટ્રેડિંગમાં 38990ની ટોચથી 1577 તૂટ્યો

Ahmedabad - સેન્સેક્સ 9 ટ્રેડિંગમાં 38990ની ટોચથી 1577 તૂટ્યો

DivyaBhaskar News Network

Sep 12, 2018, 02:50 AM IST

સ્મોલકેપ 1.37 ટકા અને મિડકેપ ઇન્ડેક્સ 1.36 ટકા ઘટ્યા

વિદેશી નાણાકીય સંસ્થાઓની આજે રૂ. 1454.36 કરોડની જંગી વેચવાલીના કારણે પણ સેન્સેક્સમાં મોટો કડાકો નોંધાયો હોવાનું બજાર નિષ્ણાતો માની રહ્યા છે. નિષ્ણાતોના મતે હાલનો ઘટાડો પ્રોફીટ બુકિંગ કમ સેન્ટિમેન્ટલ છે.

માર્કેટબ્રેડ્થ નકારાત્મક: બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 2867 સ્ક્રીપ્સ પૈકી 845માં સુધારો જ્યારે 1872 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ પણ ખરડાઇ ચૂક્યું છે. આજે કુલ 395 સ્ક્રીપ્સમાં સર્કિટ વાગી હતી. તે પૈકી 196 સ્ટોક્સમાં મંદી સામે 199 સ્ક્રીપ્સમાં તેજીની સર્કિટ લાગી હતી.

સેન્સેક્સ પેકની સ્થિતિ: સેન્સેક્સ પેકની 31 પૈકી માત્ર 5 સ્ક્રીપ્સમાં સુધારો જ્યારે 26 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. તે પૈકી તાતા સ્ટીલ 3.46 ટકા ઘટી 592.30, પાવરગ્રીડ 3.21 ટકા ઘટી 186.85, હીરો મોટોકોર્પ 3.06 ટકા ઘટી રૂ. 3178 અને તાતા મોટર્સ 3.03 ટકા ઘટી 267.20ની સપાટીએ રહ્યા હતા. જ્યારે કોલ ઇન્ડિયા 0.95 ટકાના સુધારા સાથે રૂ. 282.80 બંધ રહ્યો હતો.

ટેલિકોમ શેર્સ તળીયે: ટેલિકોમ ઇન્ડેક્સ 2.20 ટકા ઘટી 1137.78 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સબેઝ્ડ આરકોમ 5 ટકા ઘટી રૂ. 16.15, અક્શ ફાઇબર 3.95 ટકા ઘટી રૂ. 29.20, વિંધ્ય ટેલિ. 3.80 ટકા ઘટી રૂ. 1463.40, આઇડિયા 3.25 ટકા ઘટી રૂ. 46.20 અને ભારતી એરટેલ 2.18 ટકા ઘટી 379.85ની સપાટીએ રહ્યા હતા.

નિફ્ટી ફ્યુચર 11288 પોઈન્ટ મહત્વની

નિફ્ટી ફ્યુચર: 11૩0૩-11288 પોઈન્ટના સ્ટોપલોસે 11૩૫૩, 11૩7૩, 11૩90 પોઈન્ટની સંભાવના છે. નિફ્ટી ફ્યુચરમાં 11288 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.

બેન્ક નિફ્ટી ફ્યુચર: 27077- 27170 પોઈન્ટના સ્ટોપલોસે 26880, 26808, 26770 પોઈન્ટની સંભાવના છે. 27170 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. નિખિલ ભટ્ટ, ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ

196 સ્ટોક્સમાં મંદી સામે 199 સ્ક્રીપ્સમાં તેજીની સર્કિટ

સીડી શેર્સ પણ નીચે!

કંપની બંધ ઘટાડો

ટાઇટન 820.60 -4.25

વીઆઇપી 541.35 -3.47

‌વર્લપુલ 1626.30 -3.21

બ્લુસ્ટાર 651.20 -2.17

સ્મોલ.માં સ્ટોક સ્પેસિફિક

કંપની બંધ +/-%

આશાહી સોંગ. 293.20 11.00

ઓલસિક્યુ. 279.10 10.23

ઉષા માર્ટિન 30.30 -10.88

દાવત 45.35 -9.48

HCL ટેકનો. 1083ના ભાવ સામે 1100ના ભાવે બાયબેક

કંપની માત્ર રૂ. 17 પ્રિમિયમ આપતી હોવાથી નબળા પ્રતિસાદની આશંકા

એચસીએલ ટેકનોલોજીએ રૂ. 4000 કરોડની શેરબાયબેક ઓફર તા. 18મી સપ્ટેમ્બરે લોન્ચ કરવાની જાહેરાત કરી છે. પરંતુ શેરધારકોને આનાથી ઘાર્યો ફાયદો થવાની કોઇ શક્યતા જણાતી નથી. કારણકે કંપની શેરદીઠ રૂ. 1100ના ભાવે બાયબેક કરવાની દરખાસ્ત ધરાવે છે. સામે શેરનો ભાવ આજે રૂ. 1083.35ની સપાટીએ બંધ રહ્યો હતો.શેરનો ભાવ તાજેતરમાં જ રૂ. 1106.60ની સર્વોચ્ચ સપાટીએ આંબ્યો હતો.

નિષ્ણાતોની નજરે રૂપિયાની નરમાઇના કારણો

ઇમર્જિંગ માર્કેટ્સની કરન્સીમાં ડોલર નરમાઇ અને ક્રૂડમાં તેજી

યુએસ ઇકોનોમિની મજબૂતી, રેટ વૃદ્ઘિથી રૂપિયો નરમ થઇ શકે

કેડ, ફોરેક્સ રિઝર્વ, મેક્રો-ઇકોનોમિક ઇન્ડિકેટર્સ મુદ્દે પીછેહઠની શંકા

હેજિંગમાં રહી ગયેલા આયાતકારોની વધી રહેલી ડોલર ડિમાન્ડ

X
Ahmedabad - સેન્સેક્સ 9 ટ્રેડિંગમાં 38990ની ટોચથી 1577 તૂટ્યો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી