ખરીફ વાવેતર 80 લાખ હેક્ટરને ક્રોસ અપુરતા વરસાદથી ઉત્પાદન કપાશે

કોમોડિટી રિપોર્ટર| અમદાવાદ | ખરીફ વાવેતરની કામગીરી પૂર્ણતામાં છે. રાજ્યમાં અનિયમિત વરસાદના કારણે વાવેતર...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:46 AM
Ahmedabad - ખરીફ વાવેતર 80 લાખ હેક્ટરને ક્રોસ અપુરતા વરસાદથી ઉત્પાદન કપાશે
કોમોડિટી રિપોર્ટર| અમદાવાદ | ખરીફ વાવેતરની કામગીરી પૂર્ણતામાં છે. રાજ્યમાં અનિયમિત વરસાદના કારણે વાવેતર વિસ્તારમાં ઘટાડો થઇ 80 લાખ હેક્ટર આસપાસ રહ્યું છે. ખેડૂતોને નીચા ભાવ, ખેતી ખર્ચ વધી રહ્યાં હોવાના કારણે મોટા વાવેતરથી દૂર રહ્યાં છે. થયેલા વાવેતર પર પણ ખેડૂતો વરસાદના અંતીમ રાઉન્ડની કાગડોળે રાહ જોઇ રહ્યાં છે. જો સારો વરસાદ નહિં થાય તો ઉત્પાદનમાં મોટો ગેપ પડી શકે છે.

પાછોતરો વરસાદ ખેંચાઇ જતા મોટા ભાગના રાજ્યમાં હેક્ટર દીઠ ઉતારા ઘટશે

હવામાન ખાતાની આગાહીઓ વિપરીત સાબીત થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વહેલા ચોમાસાની કરવામાં આવેલી આગાહીને ધ્યાનમાં રાખીને કરેલા વાવેતર બાદ બીજા રાઉન્ડનો વરસાદ ખેંચાઇ જતા મોટા ભાગના પાકને નુકશાન પહોંચ્યું હતું. એટલું જ નહિં લેઇટ વાવેતર કર્યા હતા તેઓને માટે અત્યારે અંતીમ રાઉન્ડનો વરસાદ ખેંચાઇ જતા નુકશાની છે. કૃષિ નિષ્ણાતોના મતે જો એકાદ સપ્તાહમાં સારો વરસાદ નહિં થાય તો ઉતારા તેમજ ઉત્પાદકત્તામાં જંગી ઘટાડો થઇ શકે છે.

રાજ્ય સરકારના અહેવાલ મુજબ 10 ઓગસ્ટ સુધીમાં વાવેતરની કામગીરી 80 લાખ હેક્ટરથી વધી 80.68 લાખ હેક્ટરમાં રહી છે જે અગાઉના વર્ષે આ સમયગાળામાં 84.25 લાખ હેક્ટરમાં થઇ હતી. દેશમાં ખરીફ વાવેતર 1025 લાખ હેક્ટરથી વધુ રહ્યું છે. તેલીબિયા, કઠોળ તથા ધાન્ય પાકોના વાવેતરમાં ધટાડો થયો છે.

ગુજરાતમાં મગફળીનું વાવેતર 10 ટકા ઘટી 14.68 (16.15) લાખ હેક્ટરમાં રહ્યું છે. જ્યારે અગ્રણીઓ મગફળીનું વાવતેર 13 લાખ હેક્ટરથી વધ્યુ ન હોવાનું જણાવી રહ્યાં છે.ખેડૂતોને અન્ય પાકોની તુલનાએ કપાસમાં સારા ભાવ મળ્યા હોવાના કારણે કપાસના વાવેતર પ્ર્ત્યે ઉત્સાહ વધ્યો છે જેના કારણે ચાલુ વર્ષે વાવેતરમાં 3 ટકાનો વધારો થઇ 27.08 લાખ હેક્ટરને આંબ્યું છે જે અગાઉના વર્ષે આ સમયમાં 26.45 લાખ હેક્ટરમાં રહ્યું હતું. કપાસના વાવેતર વિસ્તારમાં વધારો થયો છે પરંતુ ઉત્પાદન ઘટીને આવશે તેવો અંદાજ છે.

તેલીબિયાંના વાવેતરમાં એક માત્ર સોયાબીનમાં વધારો થયો છે. જ્યારે સૌથી વધુ વાવતેર તલનું 29 ટકા અને એરંડાનું 13 ટકા ઘટ્યું છે. એરંડાનું વાવેતર ઘટી 4.84 લાખ હેક્ટરમાં રહ્યું છે જે અગાઉના વર્ષે આ સમયમાં 5.54 લાખ હેક્ટરમાં રહ્યું હતું. અંત સુધીમાં એરંડાનું વાવેતર 5.50 લાખ હેક્ટર આસપાસ રહે તેવો અંદાજ છે. જ્યારે ગવારના વાવતેરમાં પણ 34 ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે. વરસાદ ખેંચાઇ જતા ઉત્પાદન કપાશે.

સપ્તાહમાં સારો વરસાદ થવો પાક માટે જરૂરી

દેશભરના મોટા ભાગના રાજ્યોમાં વાવેતરની કામગીરી સંપન્ન થઇ ચૂકી છે. પંરતુ મોટા ભાગના રાજ્યોમાં હજુ પાછોતરા (અંતીમ) વરસાદની ઘટ છે. જ્યાં સુધી અંતીમ વરસાદનો રાઉન્ડ નહિં આવે ત્યાં સુધી ઉત્પાદનનું ચિત્ર હજુ ધુંધળું છે. ગુજરાતમાં એકાદ સપ્તાહમાં સારો વરસાદ નહિં થાય તો ઉત્પાદન તેમજ ઉતારામાં મોટી ઘટ પડી શકે છે.

રાજ્યમાં વાવેતરની સ્થિતિ

પાક 10-9-18 10-9-17 તફાવત

ધાન્ય પાક 1321589 1345700 -2%

તુવેર 251059 270100 -7%

મગ 60749 125800 -52%

કુલ કઠોળ 434927 560300 -22%

મગફળી 1467582 1615300 -10%

તલ 78034 109200 -29%

દિવેલ 483593 553500 -13%

કપાસ 2708610 2645400 +3%

ગવાર 129650 197600 -34%

કુલ 8068339 8424800 -4%

(નોંધ : વાવેતર હેક્ટરમાં)

X
Ahmedabad - ખરીફ વાવેતર 80 લાખ હેક્ટરને ક્રોસ અપુરતા વરસાદથી ઉત્પાદન કપાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App