અસર| અજમેરમાં કામગીરીથી 1લી સુધી ટ્રેન વ્યવહાર ખોરવાશે

Ahmedabad - અસર| અજમેરમાં કામગીરીથી 1લી સુધી ટ્રેન વ્યવહાર ખોરવાશે

DivyaBhaskar News Network

Sep 12, 2018, 02:46 AM IST
અમદાવાદ | ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર ડિવિઝનમાં અજમેર - મારવાડ સેક્શનમાં ટ્રેક ડબલિંગની કામગીરી ચાલી રહી છે. જેના પગલે 1 ઓક્ટોબર સુધી આ સેક્શનમાં ટ્રેન વ્યવહાર ખોરવાશે. 20 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી અમદાવાદ - અજમેર એક્સપ્રેસ રદ કરાઈ છે જ્યારે કેટલીક ટ્રેનો બદલાયેલા રૂટ પર દોડાવાશે. જેમાં અમદાવાદ - જયપુર પેસેન્જર મારવાડ સુધી જશે અને મારવાડથી જયપુર વચ્ચે રદ રહેશે. જ્યારે આ સમય દરમિયાન પોરબંદર - દિલ્હી સરાય રોહિલ્લા - પોરબંદર એક્સપ્રેસ તેમજ પોરબંદર - મુજફ્ફરપુર - પોરબંદર એક્સપ્રેસ વાયા મારવાડ, જોધપુર, ફુલેરા થઈ દોડાવાશે.

X
Ahmedabad - અસર| અજમેરમાં કામગીરીથી 1લી સુધી ટ્રેન વ્યવહાર ખોરવાશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી