વાદળિયા વાતાવરણ અને ઠંડા પવનોથી રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 27.7 ડિગ્રી અને મંગળવારે મહત્તમ તાપમાન વધીને 33.5 ડિગ્રીએ પહોંચ્યું છે.જેથી શહેરનાં મહત્તમ તાપમાનમાં ત્રણ દિવસમાં 6 ડિગ્રીની વધઘટ થતાં લોકો ડબલ સિઝનનો અનુભવ કરી રહ્યાં છે. સમગ્ર રાજ્યમાં 19.1 ડિગ્રી સાથે વલસાડમાં સૌથી વધુ ઠંડક નોંધાઇ હતી.
મંગળવારે વાદળનું પ્રમાણ ઘટવાની સાથે સૂર્યનાં કિરણોને કારણે સવારે લોકોએ ગરમી અને બપોર પછી ઠંડકનું પ્રમાણ વધતાં લોકો ડબલ સિઝનનો અનુભવ કરી રહ્યાં છે. સમગ્ર રાજ્યમાં 38.8 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ હતું. 6 શહેરમાં ગરમીનો પારો 33 ડિગ્રીને પાર કરી ગયો હતો.