તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad રાજસ્થાન હોસ્પિટલમાં સેવા પેનલ એકતા પેનલ વચ્ચે આજે ચૂંટણી

રાજસ્થાન હોસ્પિટલમાં સેવા પેનલ-એકતા પેનલ વચ્ચે આજે ચૂંટણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાહીબાગ રાજસ્થાન હોસ્પિટલમાં સંચાલક મંડળની 12 બેઠક માટે 12 વર્ષ પછી ચૂંટણી રવિવારે 9થી 2 યોજાશે. 12 વર્ષથી સેવા પેનલના ટ્રસ્ટી ગૌતમ જૈન અને તેમના સભ્યોનું શાસન છે, જેમની સામે એકતા પેનલના 12 સભ્યો ઊભા થયા છે. શનિવારે ઇલેક્શન માટે પ્રોક્સી રજૂ કરાઈ, જેમાં સેવા પેનલના રાજેન્દ્રકુમાર ગોયંકાએ આક્ષેપ કર્યો કે, એકતા પેનલે ત્રણ પ્રોકસી ખોટી રજૂ કરતા તેને ઇલેકશન કમિશનરે રદ કરી હતી. જ્યારે અમારી પેનલની એક પ્રોકસી રદ થઇ હતી. એકતા પેનલના પી. આર. કાકરિયાએ જણાવ્યું કે, અમારી એક પ્રોકસીમાં વિવાદ થતા અમે ઉમેદવારને તે જ સમયે ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યા હતા. સેવા પેનલને 84 પ્રોક્સી, એકતા પેનલને 118ને પ્રોક્સી વોટ મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...