ઉદ્દગમ સ્કૂલે 1.51 લાખ ફીને સમર્થન આપવા 5 હજાર વાલીને પત્રો લખ્યા

ફી કમિટી પર દબાણ ઊભું કરવાનો સ્કૂલનો કારસો

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:46 AM
Ahmedabad - ઉદ્દગમ સ્કૂલે 1.51 લાખ ફીને સમર્થન આપવા 5 હજાર વાલીને પત્રો લખ્યા
અમદાવાદ | રેગ્યુલેશન કમિટી દ્વારા ઉદ્દગમ સ્કૂલે માંગેલી ફી કરતા ઓછી પ્રોવિઝનલ ફી નક્કી કરતા સ્કૂલે હવે વાલીઓની મદદ માંગી રહી છે. તેમણે 5000 વાલીઓને પત્ર લખ્યો કે વાલીઓ એફઆરસીને પત્ર લખે કે સ્કૂલ દ્વારા આપવામાં આવતી ફેસેલિટીના સંદર્ભમાં ઉઘરાવવામાં આવતી ફી યોગ્ય છે અને અમે સ્કૂલથી ખુશ છીએ. અમે રાઇટ ટુ ક્વોલિટી ઓફ એજ્યુકેશન માટે ફી આપવા સંમત છીએ. સ્કૂલ દ્વારા કપાયેલી ફી મુદ્દે એફઆરસી પર દબાણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોવાનું શિક્ષણ જગતમાં ચર્ચાઇ રહ્યું છે.

FRCએ 70 હજાર ફી નક્કી કરતાં સ્કૂલે વાલીઓને પત્ર લખી કહ્યું, સુવિધાઓ જોતાં સ્કૂલની ફી અમને સ્વીકાર્ય હોવાનું લખીને આપો

એફઆરસી દ્વારા ઉદ્દગમ સ્કૂલે વિવિધ ધોરણમાં માંગેલી 84 હજારથી લઇને 1.51 લાખ સુધીની ફિ સામે 45 હજારથી લઇને 70 હજાર સુધીની ફી માન્ય કરી હતી. સાથે જ સ્કૂલને સાત દિવસમાં વાંધા અરજી માટેનો સમય અપાયો છે. જેથી આવનારા સમયમાં વાલીઓ પોતે જ એફઆરસીને પત્ર લખીને પોતે જ સ્કૂલની ફી સાથે સંમત છે તેની જાણ કરે. પરંતુ એફઆરસી દ્વારા આ પહેલા જ સ્પષ્ટતા કરવામાં આવી ચુકી છે કે, વાલીઓને ફાઇનલ ફી સમયે જ સાંભળવામાં આ‌વશે. સાત દિવસમાં વાલીઓ પોતાનો પત્ર સ્કૂલમાં અથવા સીધુ એફઆરસીમાં જમા કરાવશે.

જો વાલીની મરજી પ્રમાણે ફી નક્કી થશે તો ઘણી સ્કૂલોની ફી ઘટશે : ફી રેગ્યુલેશન કમિટીએ નક્કી કરેલી ફી બાબતે સ્કૂલ સંચાલકો વાલીઓ દ્વારા એફઆરસી પર દબાણ લાવે છે. પરંતુ વાલીઓની મરજી પ્રમાણે જો સ્કૂલોની ફી નક્કી કરવામાં આવે તો ઘણી સ્કૂલોની ફીમાં ઘટાડો કરવો પડશે.

સ્કૂલે વધારાની 35 સુવિધાનું લિસ્ટ મોકલી કહ્યું ફી ઘટશે તો તે બંધ થશે

આ પત્રની સાથે સ્કૂલના નિયમોમાં ન આવતી વિવિધ 35 ફેસેલિટીનું લિસ્ટ વાલીઓને મોકવામાં આવ્યું છે. આ ફેસેલિટી સ્કૂલ વિદ્યાર્થીઓને વધારાની સવલત તરીકે આપી રહી હોવાનું જણાવી રહી છે. આ વધારાની ફેસેલિટી જો ફીમાં ઘટાડો થાય તો બંધ પણ કરવામાં આવી શકે તેવી શક્યતા પણ સંચાલકો દ્વારા ઉચ્ચારવામાં આવી ચુકી છે.

વાલીઓ પર દબાણ નથી, મરજી મુજબ જવાબ આપી શકે છે

અમે ફી બાબતે વાલીઓને પણ ઇન્વોલ્વ કરવા માંગીએ છીએ. અત્યાર સુધી ઘણા વાલીઓનો પોઝિટિવ જવાબ અમને મળ્યો છે. અમે જે ફેસેલિટી આપીએ છીએ અને ફી સંદર્ભે વાલીઓ ખુશ છે તે બાબત વાલીઓ પોતે જ જણાવે એમ અમે ઇચ્છીએ છીએ. વાલીઓ પર કોઇ દબાણ નથી. તે પોતાની રીતે જ જવાબ આપી શકે છે. મનન ચોકસી, સ્કૂલ સંચાલક

વાલી મંડળ વધુ પ્રોવિઝનલ ફી મામલે FRCમાં વિરોધ કરશે

ફી રેગ્યુલેશન કમિટી દ્વારા સરકારી સ્લેબ કરતા ખાનગી સ્કૂલોને વધારે પ્રોવિઝનલ ફી ફાળવવાના મુદ્દે વાલી મંડળ દ્વારા વિરોધ કરાશે. વાલી મંડળ એફઆરસી અને શિક્ષણ વિભાગમાં એવી સ્કૂલોનો વિરોધ કરશે કે જેની ફિ સરકારી સ્લેબ કરતા વધારે નક્કી કરવામાં આવી છે. કારણ કે જો સરકારી એજન્સી જ સરકારે નક્કી કરેલા સ્લેબને ન અનુસરે તે કોઇ રીતે ન ચાલી શકે.

X
Ahmedabad - ઉદ્દગમ સ્કૂલે 1.51 લાખ ફીને સમર્થન આપવા 5 હજાર વાલીને પત્રો લખ્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App