તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad ચાંદખેડામાં સોની સાથે 3 કરોડની ઠગાઈના પ્રયાસમાં 3ની ધરપકડ

ચાંદખેડામાં સોની સાથે 3 કરોડની ઠગાઈના પ્રયાસમાં 3ની ધરપકડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાંદખેડામાં એક જ્વેલર્સની દુકાનમાં દિવાળીમાં પોતાની કંપનીના કર્મચારીઓને સોનુ ગિફટમાં આપવાના બહાને જ્વેલર્સ સાથે છેતરપિંડી કરવા આવેલી 3ની ધરપકડ કરાઇ હોવાનું પીએસઆઈ એમ.એલ. સોલંકીએ જણાવ્યું છે. જ્વેલર્સ કિશોર સોનીની ફરિયાદ અનુસાર 3 દિવસ પહેલા પરમિન્દર સિંધ, ડીસોઝા કિશ્ચિયન, અને વિજય ત્રિવેદી નામની ત્રણ વ્યક્તિ આવી હતી અને કહ્યું હતું કે, તેઓ કંપની ચલાવે છે જેના કર્મચારીઓને આ વર્ષે દિવાળીમાં બોનસ તરીકે સોનાની વસ્તુઓ આપવા માંગે છે. આ માટે તેમને 3 કરોડની કિંમતના સોનાના દાગીનાની જરૂર છે. જોકે આ ત્રણેયની વર્તણુંક શંકાસ્પદ લાગી હતી.

અન્ય સમાચારો પણ છે...