ગણેશજીની 9 ફૂટથી ઊંચી મૂર્તિના વિસર્જનમાં સમસ્યા થઈ શકે છે

રાજ્યભરમાં નદીમાં વિસર્જન પર પ્રતિબંધ મુકાયો છે

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:46 AM
Ahmedabad - ગણેશજીની 9 ફૂટથી ઊંચી મૂર્તિના વિસર્જનમાં સમસ્યા થઈ શકે છે
અમદાવાદ | રાજ્યભરની નદીઓ અને તળાવમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન નહીં કરવા દેવાની રાજ્ય સરકારે હાઇકોર્ટને ખાતરી આપતાં હવે મોટી મૂર્તિઓના વિસર્જન માટે સમસ્યા થઈ શકે છે. શહેરમાં લગભગ 2 લાખથી વધુ મૂર્તિનું વિસર્જન થાય છે.

કુંડ 9 ફૂટ ઊંડા હોવાથી મૂર્તિ કઈ રીતે વિસર્જિત કરવી તે પ્રશ્ન

આમાંથી સંખ્યાબંધ મૂર્તિઓ 9 ફૂટથી વધુ ઊંચી હોય છે. મ્યુનિ.એ વિસર્જન માટે 14 સ્થળે 18 કુંડ બનાવ્યા છે પણ આ કુંડમાં મોટી મૂર્તિઓનું કઈ રીતે વિસર્જન કરવું તે પ્રશ્ન છે.

શહેરમાં 2200 જેટલા જાહેર ગણેશોત્સવની સાથે લગભગ 2 લાખ જેટલા ઘરોમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે તેમ જણાવતા ગુજરાત શ્રી ગણેશોત્સવ એસોસિએશનના સેક્રેટરી શંકર સોલંકીએ જણાવ્યું કે, ઇકોફ્રેન્ડલી મૂર્તિ અંગે એસોસિએશન દ્વારા તેમજ કોર્પોરેશને સતત જાગૃતિ અભિયાન ચલાવાતા લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. આ અભિયાનના પગલે જાહેર ગણેશોત્સવમાં તમામ જગ્યાએ નાની ઇકોફેન્ડલી માટીની મૂર્તિની સ્થાપના થાય છે અને તેનું વિસર્જન પણ કરાય છે. જ્યારે સજાવટ માટે મોટી પીઓપીની મૂર્તિ રખાય છે. જ્યારે 10 ટકાથી વધુ ઘરોમાં લોકો માટીની મૂર્તિની સ્થાપના કરે છે.

X
Ahmedabad - ગણેશજીની 9 ફૂટથી ઊંચી મૂર્તિના વિસર્જનમાં સમસ્યા થઈ શકે છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App