લાઈસન્સ માટે રૂ.400ને બદલે લોકોએ બે હજાર ખર્ચવા પડે છે

Ahmedabad - લાઈસન્સ માટે રૂ.400ને બદલે લોકોએ બે હજાર ખર્ચવા પડે છે

DivyaBhaskar News Network

Sep 12, 2018, 02:46 AM IST
રાજ્ય સરકારની કોઇ પણ જાહેરાત વગર આરટીઓ વિભાગે ઓનલાઇન પેમેન્ટ ફરજિયાત કરી દેતા વાહન લાઇસન્સ માટે અરજદારોને વધુ ખર્ચ ભોગવવો પડે છે. કાચા-પાકા, રિન્યૂ, ડુપ્લિકેટ લાઇસન્સ માટે રોજના 50 ટકા લોકો 400ના બદલે 2000 રૂપિયા ખર્ચવા પડે છે. લાઇસન્સ માટે ઈ-પેમેન્ટ ના થાય તેવા કિસ્સામાં એરર દૂર કરવા માટે આરટીઓમાં લાંબા થવું પડે છે. આ પછી ફરી ઘરે જઇ ઓનલાઇન પેમેન્ટ કરવું પડે છે. આરટીઓમાં ઇ-પેમેન્ટની સમસ્યા હોવાની હકીકતનો અધિકારીઓ સ્વીકાર કરે છે પણ નિકાલ કરવામાં કોઇ રસ દાખવતા નથી. સમસ્યાઓ ટાળવા લોકોને ન છૂટકે એજન્ટનો સહારો લઇને પાંચ ગણા રૂપિયા ચૂકવવા પડે છે.

X
Ahmedabad - લાઈસન્સ માટે રૂ.400ને બદલે લોકોએ બે હજાર ખર્ચવા પડે છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી