તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad પકવાન પાસે દારૂ ભરેલી ટ્રક પલટી, લોકોએ બોટલો લૂંટી

પકવાન પાસે દારૂ ભરેલી ટ્રક પલટી, લોકોએ બોટલો લૂંટી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પકવાન ચારરસ્તા ઉપર દારૂ ભરેલી ટ્રકને અકસ્માત થયો છે અને લોકો દારૂની બોટલો માટે લૂંટફાટ કરી રહ્યા છે. આ પ્રકારનો મેસેજ શુક્રવારે સાંજે પોલીસ વિભાગમાં વહેતો થયો હતો. જેના આધારે વસ્ત્રાપુર પોલીસ તેમજ ટ્રાફિક પોલીસ પકવાન ચાર રસ્તા પહોંચી હતી. ત્યાં એક મિનિટ્રક ઊંધી પડેલી હતી અને ટ્રકની આગળ દારૂ ઢળેલો હતો, જેના કારણે અત્યંત દુર્ગંધ આવતી હતી જ્યારે લોકો મોટીસંખ્યામાં ભેગા થયા હતા. જેના કારણે પકવાન ચારરસ્તા ઉપર ચારેય બાજુ ટ્રાફિક જામ થયો હતો.

આ મિનિ ટ્રકની આગળ દારૂ ઢળેલો હતો, જેની અત્યંત દુર્ગંધ આવતી હતી. જેથી ત્યાં હાજર લોકોમાં એવી ચર્ચા હતી કે આ ટ્રક દારૂથી ભરેલી હતી, જેથી ટ્રક પલ્ટી ખાતાની સાથે જ ડ્રાઈવર ભાગી ગયો હતો અને લોકો તે ટ્રકમાંથી દારૂની બોટલો લઇને ભાગ્યા હતા.

આ મેસેજના આધારે વસ્ત્રાપુર પીઆઈ એમ.એમ.જાડેજા તેમજ ટ્રાફિક એ પોલીસ સ્ટેશનના પીઆઈ રાણા સ્ટાફ સાથે આવી પહોંચ્યા હતા. પોલીસે પહેલા તો ટ્રાફિક નિયમન કરીને પલ્ટી ખાઇ ગયેલી ટ્રક સીધી કરીને ટો કરીને ત્યાંથી લઇ ગયા હતા. જો કે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે ટ્રકમાં એક પણ દારૂની બોટલ ન હતી.

જ્યારે ટ્રકની બહાર ઢળેલા દારૂ વિશે પોલીસને પૂછતા પોલીસે જણાવ્યું હતું કે અમે પહોંચ્યા ત્યારે ટ્રક આ જ ઊંધી પડેલી હતી અને તદ્દન ખાલી હતી. પરંતુ ટ્રકની આસપાસ દારૂ ઢળેલો હતો. જો કે લોકો દારૂની બોટલો લૂંટી ગયા હોવા અંગે પોલીસને પૂછતા પોલીસે જણાવ્યું હતું કે હાલમાં તે વિશે કશું કહી શકાય નહીં. તેમ છતાં ચારરસ્તા પરના અને આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરીશું.

પોલીસને ઘટના સ્થળે દારૂ લોકો લૂંટી ગયા હોવાનો એક પણ પુરાવો મળ્યો નથી. પરંતુ ટ્રકની અાસપાસ દારૂ ઢળેલો હતો અને દુર્ગંધ પણ આવતી હતી. જેથી એ ડિવિઝન ટ્રાફિક પોલીસ ટ્રક સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી અને ટ્રકની તપાસ કરી હતી.

ટ્રક પલટી ખાતાં ડ્રાઈવર ભાગી ગયો જ્યારે લોકો દારૂની બોટલો લૂટી ગયા.

અન્ય સમાચારો પણ છે...