કોટડિયાને આશરો આપનારા તમામ લોકોની તપાસ થશે

ફરાર કોટડિયા 5 મહિના સુધી ક્યાં હતા?

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:46 AM
Ahmedabad - કોટડિયાને આશરો આપનારા તમામ લોકોની તપાસ થશે
અમદાવાદ | બીટકોઈન કેસમાં પકડાયેલા માજી ધારાસભ્ય નલિન કોટડિયા પાંચ મહિના સુધી નાસતા ફરતા હતા. સીઆઈડી ક્રાઈમે કોટડિયાને આશરો આપનારા તેમ જ પોલીસની નજરથી બચવા મદદ કરનારા લોકો સામે તપાસ શરૂ કરી છે.

કોન્ટ્રાક્ટરને ત્યાં 1 માસથી આશરો લીધો હતો

સીઆઈડી ક્રાઈમના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ધારીના માજી ધારાસભ્ય નલિન કોટડિયાની બીટકોઈન કેસમાં સંડોવણી જણાતા તેમને નિવેદન માટે હાજર થવા સીઆઈડી દ્વારા સીઆરપીસી 70 મુજબના સમન્સ પાઠવવામાં આવ્યા હતા. જો કે એક પણ સમન્સનો જવાબ નહીં આપી તેઓ ભૂર્ગભમાં ઉતરી જતા અંતે સીઆઈડી ક્રાઈમે કોર્ટનો આશરો લીધો હતો. જેમાં 17 મે, 2018ના રોજ સેશન્સ કોર્ટે નલિન કોટડિયાની સામે વોંરટ ઈશ્યૂ કરી તેમને ભાગેડુ જાહેર કર્યા હતા.

બીજી તરફ કોટડિયા સતત પાંચ મહિના સુધી નાસતા ફરતા રહ્યા હતા અને અંતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે તેમને મહારાષ્ટ્રના અમલનેર ગામમાં રહેતા મૂળ સુરતના કોન્ટ્રાક્ટરના ઘરમાંથી ધરપકડ કરી હતી. આ અંગે સીઆઈડી ક્રાઈમ સુરતના કોન્ટ્રાક્ટર સામે પણ કાર્યવાહી કરવાની હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે. સૂત્રોના અનુસાર આ કોન્ટ્રાક્ટરને ત્યાં કોટડિયા એકાદ માસથી આશરો લઈ રહ્યા હતા. આ ઉપરાંત કોટડિયા આટલો સમય સુધી ક્યાં રહ્યા તેની તપાસ શરૂ કરાઇ છે.

કોટડિયાના બે ફોનની પણ તપાસ

નલિન કોટડિયાએ શૈલેષ ભટ્ટનું ગાંધીનગર નજીક ચિલોડા સર્કલ પાસે અપહરણ કરવામાં આવ્યું તે પૂર્વેે આ કેસના આરોપી કેતન પટેલ અને કિરીટ પાલડિયા સાથે અનેક વખત વાત કરી હતી. આ તબક્કે સીઆઈડીએ જ્યારે તેમની ધરપકડ કરી ત્યારે તેમની પાસે એકપણ ફોન નહતો. આ સંજોગોમાં પોલીસ તેમના બે ફોનની તપાસ કરી રહી છે.

X
Ahmedabad - કોટડિયાને આશરો આપનારા તમામ લોકોની તપાસ થશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App