તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad નિફ્ટી માટે 10675ની તીવ્ર પ્રતિકારક સપાટી ગણવી

નિફ્ટી માટે 10675ની તીવ્ર પ્રતિકારક સપાટી ગણવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેશ ત્રિવેદી | અમદાવાદ | ભારતીય શેરબજારો માટે વિતેલું સપ્તાહ 1851 પોઇન્ટના કડાકા સાથે ભારે વોલેટાઇલ રહ્યું હતું. ક્રૂડની કિંમતમા ઊછાળો, ડોલર સામે રૂપિયો ઐતિહાસિક તળીયે, બોન્ડ માર્કેટની સતત વધી રહેલી યિલ્ડ અને તેના કારણે વિદેશી નાણાકીય સંસ્થાઓની ભારતીય ઇક્વિટી સેગ્મેન્ટમાંથી સતત એક્ઝિટ તેમજ બાકી રહ્યું હતું. તો આરબીઆઇએ શુક્રવારે તમામ વર્ગની ધારણાથી વિપરીત રેપો રેટ યથાવત્ જાળવી રાખીને રૂપિયાને ફ્રી ફોલ માટેનું મસમોટું કારણ આપ્યું છે. આગામી સપ્તાહે વિદેશી સંસ્થાઓની વેચવાલી, ક્રૂડની તેજી અને રૂપિયાનો ટ્રેન્ડ કેવો રહે છે તેના પર મુખ્ય આધાર રહેલો છે.

બીએસઇ લિસ્ટેડ 4746માંથી 2339 જાતો તેની 200 દિવસની એવરેજથી પણ નીચે
આ તમામ નેગેટિવ પરીબળો વચ્ચે ગત સપ્તાહે ભારતીય શેરબજારનું વાતાવરણ ડહોળાઇ ગયું છે જેના પગલે હાલ મહત્વના ઈન્ડેક્સ તેમના સપોર્ટ લેવલથી પણ નીચે સુધી ઊતરી આવતા બજારની ચિંતામાં વધારો થયો છે. તહેવારો અને ચૂંટણી પૂર્વે નાણાની પ્રવાહિતા ઘટવાની સ્થિતિમાં નાના રોકાણકારોના રસનું પ્રતિક ગણાતાં મિડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં હાથ દઝાડી ચૂકેલા ટ્રેડર્સને હવે લાર્જ-કેપ્સમાં પણ નુકસાન વેઠવાનું આવ્યું છે.

જોકે સપ્ટેમ્બર માસની ચાલ અંગે એવું કહી શકાય કે, છેલ્લા 10 વર્ષના ટ્રેડિંગ ડેટા પર નજર કરીએ તો છેલ્લા 10 માંથી 5 વર્ષ દરમિયાન સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં સેન્સેક્સમાં પીછેહઠ થવા પામી છે. સ્થાનિક સંસ્થાઓની લેવાલીનો ટેકો ટૂંકો પડી રહ્યો છે. ભારતીય બજાર હાલમાં કરેક્શનના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને તેથી વધુ ઘટાડાની શક્યતા નકારી શકાય નહીં. સતત છઠ્ઠા સપ્તાહે બજારમાં મંદી જોવા મળી છે. સેન્સેક્સમાં 32483 પોઇન્ટની બારમાસની બોટમ છે. તેની સામે સેન્સેક્સ 35438ના સ્તરે તેની 200 દિવસની એવરેજથી નીચે ગયો છે. નિફ્ટીએ પણ તેની 10786ની આવી જ એવરેજ તોડી છે. બીએસઇ લિસ્ટેડ 4746 જાતોમાંથી 2339 જાતો 49.28 ટકા જાતો તેની 200 દિવસની એવરેજથી પણ નીચે રમી રહી છે. તેની સામે માત્ર 671 જાતો જ 200 દિવસીય એવરેજથી ઉપર ચાલે છે. જે દર્શાવે છે કે, માર્કેટમાં કરેકશન ધીરે ધીરે મંદીનું સ્વરૂપ પકડી રહ્યું છે. ટેકનિકલી રોકાણકાર-ટ્રેડર્સે નિફ્ટી માટે 10675ની તીવ્ર પ્રતિકારક સપાટીને ધ્યાનમાં રાખી હમણાં તેજીના વેપાર માટે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી જોઇએ.

વિતેલા સપ્તાહની વાત કરીએ તો સેન્સેક્સે 5.1 ટકાના કડાકા સાથે 35000 પોઇન્ટની સાયકોલોજિકલ કમ ટેકનિકલ સપાટી પણ તોડી 34376.99 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. જ્યારે નિફ્ટી 614 પોઇન્ટના કડાકા સાથે 10316.45 પોઇન્ટ બંધ રહ્યો છે. મિડકેપ ઇન્ડેક્સ 759.39 પોઇન્ટ અને સ્મોલકેપ ઇન્ડેક્સ 590.42 પોઇન્ટ તૂટ્યા છે. સેન્સેક્સની 31માંથી 10 જાતો જ 200 દિવસની એવરેજથી ઉપર રમી રહી છે. નિફ્ટી એફએમસીજી 1 માસમાં 11 ટકા, આઇ ટી 2 ટકા, મિડીયા 14 ટકા તૂટ્યા છે. તેની સામે મેટલ 3 ટકા, ફાર્મા 7 ટકા, પીએસયુ બેન્ક ઇન્ડેક્સે 15 ટકા એક માસમાં ગુમાવ્યા છે.

જ્યારે સૌથી વધુ તૂટેલી પ્રાયવેટ બેન્કમાં મહિનામાં 11.5 ટકા અને રિયલ્ટી આંક 21.5 ટકાના ગાબડાં પડેલા જોવા મળ્યા છે.

નિફ્ટી ફ્યુચર 10101 પોઈન્ટ મહત્વની સપાટી
RPP ઇન્ફ્રા (146)| રૂ.119ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.155થી રૂ.161નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે. રૂ. 161 ઉપર તેજીતરફી ધ્યાન.

એરો ગ્રીનટેક (100)| ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.92 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ. રૂ.88ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.112થી રૂ.120નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.

કોલ્ટે-પાટિલ ડેવલપર્સ (225): રૂ.213નો પ્રથમ તેમજ રૂ.202ના બીજા સપોર્ટથી આ સ્ટોક રૂ.244થી રૂ.252 સુધીની તેજીતરફી રુખ નોધાવશે.

પોન્ની સુગર્સ (ઈરોડ) લિ. (121): ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.134થી રૂ.140ના ભાવની સંભાવના ધરાવે છે. અંદાજીત રૂ.108નો સ્ટોપલોસ ધ્યાને લેવો.

રામકી ઈન્ફ્રાસ્ટ્રક્ચર (141): રૂ.10ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.126ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.157થી રૂ.160 આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ.

ઝુઆરી ગ્લોબલ (103): રૂ.88ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.119થી રૂ.123નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે. રૂ. 123 ઉપર તેજી તરફી ધ્યાન.

ધામપુર સુગર મિલ્સ (122): ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.116 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ. રૂ.109ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.133થી રૂ.140નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.

નિખિલ ભટ્ટ, ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ

અન્ય સમાચારો પણ છે...