Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » Ahmedabad - ગણેશની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લેવા આવનારા 1200ને વ્યસનમુક્તિના શપથ લેવડાવાયા

ગણેશની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લેવા આવનારા 1200ને વ્યસનમુક્તિના શપથ લેવડાવાયા

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 02:46 AM

ગણેશોત્સવ સાથે મહેમદાવાદ સિદ્ધિવિનાયક મંદિરનું વ્યસનમુક્તિ કાર્ય

  • Ahmedabad - ગણેશની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લેવા આવનારા 1200ને વ્યસનમુક્તિના શપથ લેવડાવાયા
    મહેમદાવાદ સિધ્ધી વિનાયક મંદિર દ્વારા 94 ગામને જાહેર પંડાલમાં ગણેશ સ્થાપન માટે મફતમાં મૂર્તિ આપવામાં આવી છે, જોકે આ તમામ 94 ગામના આગેવાનોને મંદિર પરીસરમાં જ વ્યસન મુક્તિના સપથ લેવડાવવામાં આવ્યા હતા. સાથે ગણેશ મહોત્સવ દરમ્યાન તમામ ગામમાં વ્યસન મુક્તિનું ચુસ્ત રીતે પાલન કરવા પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. આ 10 દિવસ દરમ્યાન ગામોમાં પણ ગણેશ ભક્તિનો માહોલ સર્જાશે.

    મહેમદાવાદના પ્રસિધ્ધ સિધ્ધિ વિનાયક મંદિર દ્વારા આસપાસાના 94 ગામને આ વખતે ગણેશ મહોત્સવ માટે વિશાળ કદની ઇકોફ્રેન્ડલી મૂર્તિ આપવામાં આવી છે. આ મૂર્તિ તમામ ગામના આગેવાનોને મંદિરના પ્રાંગણમાં સુપ્રત કરવામાં આવી હતી. મૂર્તિ લેવા માટે ઢોલ-નગારા, અબીલ- ગુલાલની છોળો સાથે 1200થી વધારે આગેવાનો ગામે ગામથી આવ્યા હતા. આ આગેવાને મંદિર દ્વારા કોઇ કિંમત વસુલ્યા સિવાય ગણેશ મૂર્તિ આપવામાં આવી હતી. જોકે આ 1200 આગેવાનોને સામુહિક રીતે વ્યસન મુક્તિના શપથ લેવડાવ્યા હતા.

    મહેમદાવાદના 94 ગામોમાં 250 મૂર્તિઓનું વિતરણ કરાયું

    ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સમૂહમાં વિસર્જન કરાશે.

    વિસર્જન અંગેની તાલીમ અપાઈ

    94 ગામમાં જ્યાં ગણેશ પાંડલનુ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે 10 દિવસના મહોત્સવ દરમ્યાન ગણેશજીનું પુજન કઇ રીતે કરવું તેની પણ ગામના અગ્રણીનો વિશેષ તાલીમ આપવામાં આવી છે. તે માટે આજે આવેલા આગેવાનોને તે અંગેનું સાહિત્ય માર્ગદર્શન અને વિધી પણ શિખવવામાં આવી હતી.

    વિધિસર મૂર્તિઓનું સામૂહિક વિસર્જન થશે

    પ્રદુષણના કારણોને ધ્યાને લઇ મૂર્તિનું વિસર્જન પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમાં પણ ઇકોફ્રેન્ડલી મૂર્તિનું ગામના તળાવમાં વિસર્જન ન થાય અને પાણી પ્રદુષીત ન થાય તે માટે સિધ્ધી વિનાયક મંદિર દ્વારા જ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. વિસર્જનને દિવસે ગણેશ મૂર્તિને પુન: સિધ્ધિ વિનાયક મંદિરે લાવવામાં આવશે. તથા ત્યાં વિશેષ બનાવવામાં આવેલા કુંડમાં તેનું સંપુર્ણ મંત્રોચ્ચાર સાથે વિધી પુર્વક વિસર્જન કરાશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending