આજે કેવડાત્રીજ : શિવ પૂજાથી અખંડ સૌભાગ્યના આશીર્વાદ

કેવડાના પાન, ફૂલ અર્પણ કરવાનું વિશેષ મહત્ત્વ

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:45 AM
Ahmedabad - આજે કેવડાત્રીજ : શિવ પૂજાથી અખંડ સૌભાગ્યના આશીર્વાદ
ભાદરવા સુદ ત્રીજ હરિ તાલિકા કે ગૌરી કેવડા ત્રીજ તરીકે દેવાધિદેવ મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. આ વ્રતની મહિમા શિવપુરાણ ગ્રંથ આધારિત કુવારી કન્યા કરે તો તેમને ઈચ્છિત વરની પ્રાપ્તિ થાય છે. જ્યારે વિવાહિત મહિલાને અખંડ સૌભાગ્ય આશીર્વચન મળે છે. માટે આવા દિવસે મહાદેવને કેવડાના પાન તથા ફૂલ અર્પણ કરવાનું વિશેષ મહત્વ સમજાવે છે. માતા પાર્વતીને લાલ ચુંદડી, ગુલાબનું ફૂલ મેંદી તથા સુગંધી મીઠાઈ આપવાથી ઉત્તમ દાંપત્યજીવન બની રહેવાનો માં પાર્વતી આશીર્વચન આપે છે, જ્યારે જ્યોતિષી આશિષ રાવલ જણાવ્યા આનુસાર બ્રાહ્મણ કુવારી કન્યાને મનગમતા કપડા સાથે ભોજન કરાવી તેને નમન મસ્તક કરી આશીર્વચન, જ્યારે અખંડ સૌભાગ્ય સ્ત્રી માટે ખીર બનાવી મહાદેવને ધરી પતિ સાથે બેસી તેનો પ્રસાદ અર્પણ કરવાથી આવનારુ ભાભી ઉજવળ બનતું હોય છે, જ્યારે પૂર્વ આચાર્ય ના મત પ્રમાણે સિંદૂર બંગડી મહેંદી કાજળ ચાંદલો વિગેરે વસ્તુ કુંવારી કન્યાને આપવાનું મહત્ત્વ પણ જણાવેલ છે.

X
Ahmedabad - આજે કેવડાત્રીજ : શિવ પૂજાથી અખંડ સૌભાગ્યના આશીર્વાદ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App