તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad એરપોર્ટ પર બેગનું વ્હીલ તૂટી જતાં મહિલાએ હોબાળો કર્યો

એરપોર્ટ પર બેગનું વ્હીલ તૂટી જતાં મહિલાએ હોબાળો કર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | અમદાવાદ એરપોર્ટ પર શુક્રવારે બપોરે 2 વાગ્યાની આસપાસ ઇન્ડિગોની ફ્લાઈટમાં આવેલી મહિલાએ તેના બેગનો વ્હીલ તુટી જતા હોબાળો મચાવ્યો હતો. એરલાઈન્સના કર્મચારીઓની બેદરકારીથી બેગનો વ્હીલ તુટી ગયો હોવા અંગે મહિલાએ અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોના કર્મચારીઓ સમક્ષ ફરિયાદ કરી હતી.

અન્ય પેસેન્જરની બેગને ઉઠાવી તેને નુકસાન પહોંચાડવાની મહિલાએ કોશિશ કરી, જોકે CISFના જવાનોએ તેને અટકાવી
એરલાઈન્સના કર્મચારીઓએ ધ્યાન ન દેતા મહિલાએ ગુસ્સે થઈ હોબાળો મચાવ્યો હતો અને અન્ય પેસેન્જરના બેગને ઉઠાવી તેને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી હતી. જો કે એ સમયે ત્યાં ફરજ પર હાજર સીઆઈએસએફના જવાનોએ મહિલાને અન્ય પેસેન્જરોની બેગ ઉઠાવતા તેને અટકાવી હતી. બીજી બાજુ આ ઘટનાની જાણ થયા બાદ ત્યાં મહિલા જવાનો સહિત સીઆઈએસએફના ઉચ્ચ અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા અને તેમણે બીજાની બેગ નહીં લેવા જણાવી હતી.

એ સમય દરમિયાન ત્યાં ઇન્ડિગોના અધિકારીઓ પણ આ‌વી પહોંચ્યા હતા. ત્યારબાદ સીઆઈએસએફ અને અધિકારીઓની સમજાવટ અને બેગ રિપેર કરાવી આપવાની બાયધરી બાદ મહિલા શાંત પડી હતી. ત્યારબાદ એરલાઈન્સના અધિકારીઓએ બેગની કંપનીમાં બેગ રિપેર કરવાનો ખર્ચ કેટલો થશે તે અંગે તપાસ કરી મહિલાને 1250 રૂપિયા ચુકવી આપતા તે ત્યાંથી રવાના થઈ હતી.

રિપેર કરાવ્યાનું કહેતા શાંત પડી
મહિલાઓ તેની બેગનું પૈડું તૂટી જવાને લીધે પહેલાં તો એરલાઇન્સના કર્મચારીઓ પર ગુસ્સો કાઢ્યો અને અન્યની બેગને પણ નુકસાન પહોંચાડવાની કોશિશ કરી, પરંતુ ત્યાં હાજર સ્ટાફે વચ્ચે પડી તેની બેગ રિપેર કરાવી આપવાનું કહેતા તે શાંત પડી હતી. ઘટના દરમિયાન ઉચ્ચ અધિકારીઓ તથા મહિલા જવાનો પણ આવી પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...