કોંગ્રેસ વિકાસમાં રોડા નાખે છે જનતા જવાબ આપશે: CM

Ahmedabad - કોંગ્રેસ વિકાસમાં રોડા નાખે છે જનતા જવાબ આપશે: CM

DivyaBhaskar News Network

Sep 12, 2018, 02:45 AM IST
લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ પ્રદેશ યુવા મોરચા દ્વારા મંગળવારે અમદાવાદના યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે એક દિવસીય પ્રદેશ અધિવેશન યોજાયું હતું. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પ્રગતિમાં અવરોધક બનીને દેશની વિકાસયાત્રામાં રોડા નાખે છે. વિપક્ષની વિકાસ વિરોધી માનસિકતાનો દેશની જનતા 2019ની ચૂંટણીઓમાં જવાબ આપશે. જ્યારે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું હતુંકે, ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલ પર આઠ મહિના પહેલાં સરકારે વેટ ઓછો કર્યો છે, કોંગ્રેસ શાસિત રાજ્યોની સરખામણીમાં વેટ ઘણો ઓછો છે.

કાર્યક્રમમાં ઝઘડાની કોઈ ઘટના બની નથી: ઋત્વિજ

ભાજપના યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડો.ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે, કાર્યક્રમમાં અમદાવાદ અને સુરતના ભાજપના કાર્યકરો વચ્ચે બેઠક વ્યવસ્થા મુદ્દે હાથાપાઈ થઈ હોવાનું મારા ધ્યાનમાં નથી. બાકી ઝઘડાની ઘટના બની નથી.

X
Ahmedabad - કોંગ્રેસ વિકાસમાં રોડા નાખે છે જનતા જવાબ આપશે: CM
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી