અફીણ કેસમાં હાઇકોર્ટે સંજીવ ભટ્ટને 10 દિવસના રિમાન્ડ આપ્યા

મેજિસ્ટ્રેટ કોર્ટે અગાઉ રિમાન્ડની અરજી ફગાવી દીધી હતી

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:45 AM
Ahmedabad - અફીણ કેસમાં હાઇકોર્ટે સંજીવ ભટ્ટને 10 દિવસના રિમાન્ડ આપ્યા
અમદાવાદ | પાલનપુરમાં અફીણ કેસમાં ખોટી રીતે આરોપીને ફસાવવાના મામલે થયેલી ફરિયાદમાં આરોપી પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટને હાઇકોર્ટે 10 દિવસના રિમાન્ડ આપ્યા છે. મેજિસ્ટ્રેટ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દીધા બાદ સરકારે હાઇકોર્ટમાં રિટ કરી હતી.

અફીણ કોણ અને ક્યાંથી લવાયું હતું તે જાણવા સરકારે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી

સરકાર દ્વારા હાઇકોર્ટ સમક્ષ કરાયેલી રિટમાં એવી રજૂઆત કરી હતી કે, આરોપીઓએ અફીણનો જથ્થો ક્યાંથી મેળવ્યો, કોણ લાવ્યું, કેટલો જથ્થો લાવવામાં આવ્યો હતો. આરોપીને કેમ ફસાવવામાં આવ્યો સહિતની અનેક બાબતોની તપાસ માટે તેમજ ગુનામાં પુરાવા મેળવવા માટે આરોપીની પોલીસ કસ્ટડી આવશ્યક છે. દરમિયાન મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા આ અરજી ફગાવી દેવામાં આવી હતી. તેમની અરજીઓ તેમજ હાઇકોર્ટ અન્ય ઉપલી અદાલતોના ચુકાદાઓને પણ ધ્યાને લીધા ન હતા. જે ધ્યાને લેતા આરોપીને 14 દિવસના રિમાન્ડ પર સોંપવો આવશ્યક છે.

આ તમામ દલીલો ધ્યાને લઇ જસ્ટિસ આર.પી.ધોલરિયાએ આરોપીને 10 દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, 1996માં ભટ્ટ તેમજ અન્ય પોલીસ અધિકારીઓ દ્વારા રાજસ્થાનના એક યુવકને અફીણના કેસમાં ફસાવવામાં આવ્યો હતો. તેમજ તેને એક દુકાન જબરજસ્તી ખાલી કરાવવા માટે ફરજ પાડવામાં આવી હતી. જે મામલે સીઆઇડી ક્રાઇમ દ્વારા તાજેતરમાં વધુ તપાસ હાથ ધરી છે.

X
Ahmedabad - અફીણ કેસમાં હાઇકોર્ટે સંજીવ ભટ્ટને 10 દિવસના રિમાન્ડ આપ્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App