• Gujarati News
  • National
  • તાતા મોટર્સ સાણંદના પ્લાન્ટ ક્ષમતા વધારીને 12,500 યુનિટ કરશે

તાતા મોટર્સ સાણંદના પ્લાન્ટ ક્ષમતા વધારીને 12,500 યુનિટ કરશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાતા મોટર્સ ગુજરાતમાં તેના સાણંદના પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા હાલની 11000 યુનિટ્સથી વધારી 12500ની કરવા જઇ રહી છે. સાણંદ પ્લાન્ટમાં હેચબેક ટિયાગો અને કોમ્પેક્ટ સિડેન ટિગોર અને નેનો કારનું ઉત્પાદન થાય છે. તાતા મોટર્સના પેસેન્જર વ્હીકલ ઓપરેશન્સ વિભાગના વાઈસ પ્રેસિડેન્ટ મયંક પરીકે જણાવ્યું કે સાણંદ ફેસિલિટીમાં હાલમાં વાર્ષિક દોઢ લાખ યુનિટની તેની સર્વોચ્ચ ક્ષમતાએ ઉત્પાદન થઈ રહ્યું છે. ગયા વર્ષે દર મહિને 6500 યુનિટનું ઉત્પાદન કર્યું હતું, પરંતુ હાલમાં દર મહિને 11000 યુનિટ ઉત્પાદન કરે છે. આ ક્ષમતા ઓક્ટોબર સુધીમાં જ વધારીને દર મહિને 12500 યુનિટની કરાશે. ઇલેક્ટ્રિક વ્હીકલ્સ લાવવાના સરકારના પ્રયાસમાં સુમેળ સાધવા સાથે સાણંદ પ્લાન્ટમાં ટિગોર ઇવીનું પ્રથમ ઇલેક્ટ્રિક પ્રવાસી વાહન ઉત્પાદન કર્યું છે. સાણંદ પ્લાન્ટ કંપનીના કુલ પ્રવાસી વાહન ઉત્પાદનમાં 60 ટકા હિસ્સો ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...