તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ક્રૂડ સસ્તું થતાં સેન્સેક્સ અને નિફ્ટી નવી ઊંચાઈએ

ક્રૂડ સસ્તું થતાં સેન્સેક્સ અને નિફ્ટી નવી ઊંચાઈએ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | નિફ્ટી-50 સૌપ્રથમવાર 11500 પોઇન્ટની ઐતિહાસિક તેમજ સાઈકોલોજિકલ સપાટી ઉપર બંધ રહ્યો છે. 81 પોઇન્ટના સુધારા સાથે નિફ્ટી 11551.75 પોઇન્ટે બંધ રહ્યો હતો. જ્યારે સેન્સેક્સ 330.87 પોઇન્ટના ઉછાળા સાથે 38278.75 પોઇન્ટની નવી ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો.

સેન્સેક્સની સાથે એફએમસીજી ઇન્ડેક્સ પણ 12500ની ઐતિહાસિક ટોચે બંધ રહ્યો હતો. દરમિયાનમાં ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો પણ 33 પૈસાની ...અનુસંધાન પાના નં. 6

સંગીન રીકવરી સાથે 69.82 રહ્યો હતો.

ચીન અને અમેરીકા ટ્રેડવોરના સમાધાન માટે મળી રહ્યા હોવાના અહેવાલો, ઇન્ટરનેશનલ ક્રૂડની કિંમતમાં ઘટાડો તેમજ ફોરેક્સ માર્કેટમાં ડોલર સાધારણ ઢીલો પડ્યાના અહેવાલો પાછળ વૈશ્વિક શેરબજારોમાં સાર્વત્રિક સુધારાની ચાલ રહી હતી. ...અનુસંધાન પાના નં. 6

ઘરઆંગણે કોર્પોરેટ ઇન્ડિયાએ પણ Q1માં પ્રોત્સાહક દેખાવ રહ્યો હોવાથી માર્કેટ સેન્ટિમેન્ટ તેજીતરફી જળવાઇ રહ્યું છે. તેના કારણે આજે સેન્સેક્સની આગેવાની હેઠળ ઓટો, કેપિટલ ગુડ્સ, મેટલ, ઓઇલ અને મિડકેપ શેર્સમાં સુધારો વધ્યો હતો. જ્યારે આઇટી, ટેકનોલોજી સેગ્મેન્ટમાં પીછેહઠ રહી હતી.

સેન્સેક્સ પેકની સ્થિતિ

કંપની બંધ +/-

લાર્સન 1323.95 6.74

તાતા મોટર્સ 269.55 4.74

ઓએનજીસી 168.55 3.34

ઇન્ફોસિસ 1385.20 -3.22

નીરવ બ્રિટનમાં છૂપાયો છે
નવી દિલ્હી| PNB સાથે 13500 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી ભાગી ગયેલો હીરા વેપારી નીરવ મોદી બ્રિટનમાં છૂપાયેલો છે. બ્રિટને સીબીઆઈ સમક્ષ તેની પુષ્ટિ કરી છે. ત્યારબાદ સીબીઆઈએ નીરવના પ્રત્યાર્પણ માટે ગૃહમંત્રાલયને આગ્રહ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...