તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad શહેરમાં ગરમી 38ને પાર, હજુ બે દિવસ રાહત નહીં

શહેરમાં ગરમી 38ને પાર, હજુ બે દિવસ રાહત નહીં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | ઉત્તર-પૂર્વથી પૂર્વનાં ગરમ પવનોની અસરોથી રાજ્યનાં 15 શહેરોમાં ગરમીનો પારો 38 ડિગ્રી પાર કરી જતાં લોકો ચામડી બાળતી ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. ભુજ 42.2 ડિગ્રી સાથે સોથી ગરમ શહેર સાબિત થયું હતું.

42.2 ડિગ્રી સાથે ભુજમાં સૌથી વધુ ગરમી
અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.3 ડિગ્રી વધીને 38.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 23.2 ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં વહેલી સવારે અને મોડી સાંજ પછી વાતાવરણમાં ઠંડકનું પ્રમાણ રહે છે. પરંતુ, દિવસ દરમિયાન ચામડી બાળતી ગરમીની સાથે અસહ્ય બફારાથી લોકો પરેશાન થઇ ગયા છે. આગામી બે દિવસ રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહ્યાં બાદ ગરમીમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.

ગરમ પવનોની અસરોથી રાજ્યના મોટાભાગનાં શહેરોમાં ગરમીનું મોજું ફરી વળ્યું હતું. તેમાંય કચ્છમાં ગરમીનો પારો 40 ડિગ્રી પાર કરી ગયો હતો.

ક્યાં કેટલી ગરમી
અમદાવાદ 38.3

ભુજ 42.2

નલિયા 40.8

કંડલા 40.7

સુરેન્દ્રનગર 40.0

પોરબંદર 39.4

રાજકોટ 39.2

ડીસા 39.0

અમરેલી 38.4

દ્વારકા 38.4

સુરત 38.2

ભાવનગર 38.2

ઈડર 38.2

વેરાવળ 37.9

વલસાડ 37.4

મહુવા 37.4

અન્ય સમાચારો પણ છે...