Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશન સ્પર્ધામાં ઈનામ જીતવાની તક

નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશન સ્પર્ધામાં ઈનામ જીતવાની તક

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:45 AM

અમદાવાદ : ભારત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગના નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશન અમદાવાદ સહિત દેશભરની સ્કૂલોના...

  • નેશનલ ઈનોવેશન 
 ફાઉન્ડેશન સ્પર્ધામાં 
 ઈનામ જીતવાની તક
    અમદાવાદ : ભારત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગના નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશન અમદાવાદ સહિત દેશભરની સ્કૂલોના સ્ટુડન્ટસને ટેકનોલોજી અને ક્રિઅેટીવ વિચારોને અભિવ્યક્ત કરવા એક કોમ્પિટિશન કરશે. આ કોમ્પિટિશનમાં ધોરણ 12 સુધીના સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ કરી શકશે, સ્ટુડન્ટ્સે પોતાના આઈડિયા 31 ઓગસ્ટ પહેલા નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશનના ઈમેલ આઈડી ignite@nifindia.org પર ઈમેલ કરવાના રહેશે. કોમ્પિટિશનમાં એક સ્ટુડન્ટ એકથી વધુ આઈડિયા પણ શેર કરી શકશે. આઈડિયા આવ્યા બાદ 15 ઓક્ટોબરે વિજેતાઓની જાહેરાત કરવામાં આવશે. વિજેતા વિદ્યાર્થીઓને ડૉ.અેપીજે અબ્દુલ કલામ ઈગ્નાઈટ અેવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવશે. નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશનની આ કોમ્પિટીશનનો હેતુ સ્ટુડન્ટસની અંદર ઈનોવેશન અને ક્રિઅેટિવિટીની ભાવનાનો વિકાસ કરવાનો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending