તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad રૂનું ઉત્પાદન ઘટવા અંદાજ, છતાં CCI 100 લાખ ગાંસડી ખરીદશે

રૂનું ઉત્પાદન ઘટવા અંદાજ, છતાં CCI 100 લાખ ગાંસડી ખરીદશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોમોડિટી રિપોર્ટર | અમદાવાદ

દેશમાં ખરીફ સિઝનમાં કપાસના વાવેતર વિસ્તારમાં વૃદ્ધિ થઇ છે. કપાસમાં ખેડૂતોને સારા ભાવ મળવા સાથે બિયારણની કિંમતોમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હોવાથી દેશમાં 118 લાખ હેક્ટરમાં અને ગુજરાતમાં 27.12 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. વાવેતર વિસ્તારમાં વૃદ્ધિ છે પરંતુ અનિયમિત અને અપુરતા વરસાદના કારણે ઉત્પાદન ઘટીને 360 લાખ ગાંસડી આસપાસ રહી જશે તેવા સંકેતો છે.

કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (સીસીઆઈ) દ્વારા 2018-19 સીઝન માટે અંદાજે 100 લાખ ગાંસડીની ખરીદી કરે તેવા સંકેતો છે. વર્ષ 2008-09માં સૌથી વધુ રૂની ખરીદી 96 લાખ ગાંસડીની છેલ્લે થયેલી હતી. સીસીઆઈ દેશના મુખ્ય આવક ધરાવતા વિસ્તારોમાં 348 ખરીદી કેન્દ્રો શરૂ કરશે. સરકાર દ્વારા જાહેર કરાયેલા ઊંચા એમએસપી સાથે ખેડૂતો ખાતરીપૂર્વક વળતરને કારણે વેપારીઓ કરતા સીસીઆઈને વેચવાનું પસંદ કરશે. લોંગ સ્ટેપલ કોટનનો લઘુતમ સપોર્ટ પ્રાઇસ 5,450 પ્રતિ ક્વિન્ટલ જાહેર કર્યો છે જ્યારે મધ્યમ સ્ટેપલ કોટનના એમએસપીને ગયા વર્ષે 4,020 પ્રતિ ક્વિન્ટલથી વધારી 5,150 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયો છે.

ઉત્પાદન કાપ સાથે શરૂઆતનો સ્ટોક નીચો રહેતા પુરવઠો ઘણો નીચો રહેશે સામે ચીનની મોટા પાયે માગ ખુલશે તો રૂમાં ઝડપી મંદી નકારાઇ રહી છે. ચીનમાં અત્યાર સુધીમાં ફોરવર્ડમાં 14 લાખ ગાંસડીના નિકાસ વેપાર થયાના અહેવાલો મળી રહ્યાં છે.

ઓગસ્ટમાં કોફીની નિકાસ 6.3 ટકા વધી
આંતરરાષ્ટ્રીય કોફી ઓર્ગેનાઇઝેશન (આઇસીઓ) ના અહેવાલ મુજબ ઓગસ્ટ 2018માં 11.11 મિલિયન (6 કિલો)ની કોફીની નિકાસ કરી હતી જે ગતવર્ષે આ સમયગાળામાં 10.444 મિલિયન ટનની રહી હતી. આમ નિકાસમાં 6.3 ટકાનો વધારો નોંધાયો છે. કોફી વર્ષ 2017/18 ના પ્રથમ 11 માસમાં નિકાસ 1.6% વધીને 112.52 મિલિયન બેગ થઈ છે જે અગાઉના વર્ષે આ સમયમાં 110.77 મિલિયન બેગની રહી હતી. ઓગસ્ટ 2018 ના રોજ પૂરા થતા વર્ષ દરમિયાન અરેબીકાની નિકાસ ગતવર્ષે 76.39 મિલિયન બેગની તુલનામાં નજીવી ઘટી 76.24 મિલિયન બેગ રહી હતી. જ્યારે રોબસ્ટાની નિકાસ 44.14 મિલિયન બેગની સરખામણીએ વધી 45.02 મિલિયન બેગની હતી.આઇસીઓના અહેવાલ મુજબ ઓગસ્ટમાં 386000 બેગની નિકાસ કરી હતી જે ગતવર્ષના આ સમયગાળામાં 618000 બેગની તુલનામાં 37.6% ઘટી છે.

અન્ય સમાચારો પણ છે...