ખોખરામાં આધેડ પાસે લિફ્ટ માગી છરી મારીને લૂંટી લીધા

Ahmedabad - ખોખરામાં આધેડ પાસે લિફ્ટ માગી છરી મારીને લૂંટી લીધા

DivyaBhaskar News Network

Sep 12, 2018, 02:45 AM IST
મણિનગર ગોરના કૂવાથી ઇલાજ ક્રોસિંગ તરફ જવાના રોડ પર એક અજાણી વ્યકિતએ આધેડને ચપ્પુના ઘા મારી મોબાઇલ તેમજ 200 રૂપિયા રોકડા લૂંટી લીધા હતા. આધેડ ટુ વ્હીલર પર જઇ રહ્યા હતા તે દરમિયાન આ વ્યકિતએ લિફ્ટ માંગતા આધેડે બેસાડ્યા હતા.

હાટકેશ્વર રહેતા સુરેશભાઇ ધોબી ટુ વ્હીલર પર મણિનગર જતા હતા ત્યારે એક અજાણી વ્યકિતએ હાથ બતાવી ઉભા રાખ્યા હતા સુરેશભાઈએ લિફ્ટ આપી હતી. ગોરના કૂવા પોલીસ ચોકીથી ઇલાજ ક્રોસિંગ રોડ પર સુરેશભાઇને બાથરૂમ લાગતા રેલ્વે ટ્રેક પાસે આવેલી એક તુટેલી દીવાલે ઊભા રહ્યા હતા. અજાણી વ્યક્તિએ સુરેશભાઇની પાછળ આવી છાતી અને ગળા પર છરીના ઘા મારી ફોન અને રોકડ રૂપિયા 200 લૂંટી લીધા હતા. સુરેશભાઇએ બુમાબુમ કરતા આસપાસના લોકો ભેગા થયા અને તેમને હોસ્પિટલ લઈ ગયા હતા.

X
Ahmedabad - ખોખરામાં આધેડ પાસે લિફ્ટ માગી છરી મારીને લૂંટી લીધા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી