તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad ક્રૂડમાં તેજી યથાવત $ 86 ક્રોસ: ડોલર મજબૂત છતાં એગ્રીમાં નિકાસ નહિંવત્

ક્રૂડમાં તેજી યથાવત $ 86 ક્રોસ: ડોલર મજબૂત છતાં એગ્રીમાં નિકાસ નહિંવત્

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોમોડિટી રિપોર્ટર | અમદાવાદ | ક્રૂડમાં તેજીનો ટ્રેન્ડ યથાવત રહ્યો છે. આજે વધુ મજબૂત બની બ્રેન્ટ 86 ડોલરની સપાટી કુદાવવા સાથે 86.10 અને ડબલ્યુટીઆઇ 76.25 ડોલરની સપાટી ક્વોટ થતું હતું. ડોલર સામે રૂપિયો રેકોર્ડ સ્તરે 73.58 બંધ રહ્યો છે. રૂપિયાના રકાસના કારણે ક્રૂડ, સોના તથા અન્ય આયાતી વસ્તુની પડતર ઉંચી રહેતા રાજકોષીય ખાધ રેકોર્ડ સ્તરે આંબશે તેવું નિષ્ણાતોનું કહેવું છે.

આગામી મહિનામાં ભારતની કોમોડિટીની નિકાસમાં વૃદ્ધિ ધીમી પડી શકેે: FIEO
દેશમાંથી થઇ રહેલી નિકાસને ડોલરનો મજબૂત સપોર્ટ છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી નિકાસ વેપારો અટવાઇ પડ્યા છે. કરન્સી માર્કેટની અનિશ્ચિત્તાભરી વધઘટના કારણે આયાત-નિકાસકારો વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવી રહ્યાં છે. વિવિધ ઘરેલુ અને વૈશ્વિક પરિબળોને લીધે આગામી મહિનાઓમાં ભારતની નિકાસમાં વૃદ્ધિ ધીમી પડી શકે છે. ભારતીય નિકાસો વૈશ્વિક વેપારમાં વૃદ્ધિથી પ્રભાવિત થયા છે અને તેથી 2018માં વૈશ્વિક સ્તરે 3.9 ટકાનો અને 2019 માં 3.7 ટકાનો નિકાસ પર અસર પડી શકે એમ ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન્સે જણાવ્યું હતું. ફેડરેશને જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં નિકાસમાં સારી કામગીરી થઈ હોવા છતાં આવતા મહિનાઓમાં તેમને વધુ પડકારોનો સામનો કરવો પડશે. સપ્ટેમ્બરથી નવેમ્બર માટેના નિકાસમાં વધારો કાળજીપૂર્વક જોવો જોઈએ કારણ કે 2017 માં આ મહિનામાં નિકાસ 25 ટકાથી વધી હતી. વેનેઝુએલામાં કોટકટીની સમસ્યાઓ, અર્જેન્ટીના, તુર્કી, દક્ષિણ આફ્રિકા, રશિયા, બ્રાઝિલની ચલણના ભારે અવમૂલ્યન અને સીરિયા, સુદાન, લિબિયા અને ઇરાક જેવા મોટી સંખ્યામાં દેશો પરના બેન્કિંગ નિયંત્રણો નિકાસને અસર કરે છેે. એફઆઈઇઓએ આશા વ્યક્ત કરી હતી કે 2018-19માં દેશની નિકાસ 350 અબજ ડોલરની નિકાસને સ્પર્શે. એપ્રિલ-ઓગસ્ટ 2018-19માં નિકાસ 16.13 ટકા વધીને 136.10 અબજ ડોલર થઈ હતી.

એરંડાનું વાવેતર 11%, ગવારનું 33% ઘટ્યું
ગુજરાતમાં ખરીફ વાવેતરની કામગીરી સંપન્ન થઇ ચૂકી છે ત્યારે પહેલી ઓક્ટોબર સુધીમાં કુલ 3 ટકા વાવેતર ઘટી 82.60 (85.29) લાખ હેક્ટરમાં વાવેતરની કામગીરી નોંધાઇ છે. થયેલા વાવેતરમાં સૌથી વધુ ઘટાડો કઠોળમાં રહ્યો છે. કુલ કઠોળના વાવેતર 16 ટકા, એરંડાના 11 ટકા અને ગવારનું 33 ટકા ઘટ્યું છે. વાવેતર સાથે ઉત્પાદનમાં કાપ આવશે.

ખરીફ વાવેતરની સ્થિતિ

વિગત 1-10-18 1-10-17 તફાવત
ડાંગર 806939 805700 +1%

બાજરી 158287 153700 +3%

કુલ ધાન્ય 1346581 1344300 +0.2%

તુવેર 255665 272800 -6%

મગ 62739 126100 -50%

કુલ કઠોળ 443129 526900 -16%

મગફળી 1467621 1600400 -8%

એરંડા 532743 595600 -11%

કપાસ 2712066 2641200 +3%

ગવાર 133886 201300 -33%

કુલ 8259978 8529300 -3%

(નોંધ : વાવેતરના આંક હેક્ટરમાં)

અન્ય સમાચારો પણ છે...