પરિણીતાના ચારિત્ર પર શંકા રાખી ત્રાસ આપતાં કસુવાવડ

સાસરિયાઓઅે ગર્ભપાતનો આક્ષેપ કર્યો પિતાએ 15.40 લાખ દહેજ પેટે આપ્યા હતા

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:45 AM
પરિણીતાના ચારિત્ર પર શંકા રાખી ત્રાસ આપતાં કસુવાવડ
લગ્નમાં પરિણીતાના પિતાએ 15 લાખ રૂ. રોકડા તથા ઘરવખરી આપી હતી. તેમ છતાં વધુ 5 લાખ લાવવા માટે દબાણ કરતાં સાસરિયાએ મહિલાના ચારિત્ર પર શંકા કરી ગર્ભમાં રહેલું બાળક તેમનું નથી તેમ કહ્યું હતું. તેમજ તેમના ત્રાસથી મહિલાની કસુવાવડ થઇ ગઇ હતી. તેને લઇને પણ સાસરિયાએ મહિલા પર આક્ષેપ કર્યો હતો કે તેં ગર્ભપાત કરાવ્યો છે. જેથી મહિલાએ સાસરિયા સામે મહિલા પોલીસ સ્ટેશન (પૂર્વ)માં ફરિયાદ નોંધાવી હતી.

બાપુનગરમાં રહેતા 28 વર્ષનાં કાજલબેને ફરિયાદ નોંધાવી હતી કે, તેમનાં લગ્ન નવેમ્બર 2017 ના રોજ રાજકોટના પુનિત સાથે થયાં હતાં. કાજલના પિતાએ કરિયાવરમાં 15.40 લાખ રોકડા તથા ઘરવખરી આપી હતી. પતિ, સાસુ, સસરા અને દિયર મળીને વારંવાર કહેતા કે તું પિયરથી રૂ .5 લાખ નહીં લાવે તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપતા હતા. કાજલ ગર્ભવતી થતાં સાસરિયાએ આ બાળક તેમનું નથી કહી તેના ચારિત્ર પર શંકા કરી હતી. તેમજ મારઝૂડ કરી 14 મેના 18ના રોજ કાઢી મૂકી હતી. તેના માનસિક તણાવમાં તેની કસુવાવડ થઇ જતાં સાસરિયાએ તેણે ગર્ભપાત કરાવ્યાનો આક્ષેપ કર્યો હતો. તેમના ત્રાસથી કંટાળીને મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

(પાત્રોનાં નામ બદલેલાં છે.)

X
પરિણીતાના ચારિત્ર પર શંકા રાખી ત્રાસ આપતાં કસુવાવડ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App