• Gujarati News
  • National
  • જીએસટી પોર્ટલ અપડેટ ન થતાં વેપારીને રિટર્નમાં ભારે મુશ્કેલી

જીએસટી પોર્ટલ અપડેટ ન થતાં વેપારીને રિટર્નમાં ભારે મુશ્કેલી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | સરકાર વેપારીઓને મંથલીની જગ્યાએ ક્વાર્ટર રિટર્ન ફાઇલ કરવા જણાવે છે પણ પોર્ટલ પર સગવડ અપાતી નથી. સરકારે રૂ. 1.5 થી 5 કરોડ ટર્ન ઓવર ધરાવતા વેપારીઓને ક્વાટર્લી રિટર્ન ફાઇલ કરવાની સગવડતા આપી છે. પરંતુ જરૂરી સુધારા-વધારા ઓનલાઇન ન થતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

મન્થલી રિટર્નમાંથી મુક્તિનો કોઈ મતલબ રહેતો નથી
હાલમાં જીએસટી કાઉન્સિલની મળેલી બેઠકમાં નાના વેપારીઓને દર મહિને રિટર્ન ફાઇલ કરવાની ઝંઝટમાંથી મુક્તિ આપી હતી અને તેમને ક્વાર્ટલી રિટર્ન ફાઇલ કરવા જણાવ્યું હતું. પરંતુ સરકારે જાહેરાત કર્યા પ્રમાણે ઓનલાઇન પોર્ટલ પર તેની કોઇ સગવડ ન મુકાતા વેપારીઓ મૂંઝવણમાં છે કે તેમને રિટર્ન ક્વાર્ટલી ફાઇલ કરવું કે મંથલી ફાઇલ કરવું. કારણ કે જુલાઇ મહિનાનું રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 10 ઓગસ્ટ છે. જેથી હવે માત્ર ત્રણ દિવસ બાકી રહ્યાં છે. ત્યારે સરકાર તરફથી કોઇ ક્લેરિફિકેશન ન અપાતા વેપારીઓ તેમજ કન્સલન્ટન્ટ મંથલી કે ક્વાર્ટલી રિટર્ન ફાઇલ કરવું તેની મૂંઝવણમાં છે. જો રિટર્ન ટાઇમસર ફાઇલ ન કરાય તો તેની પેનલ્ટીની જોગવાઇ છે. જેથી સરકાર આની તાત્કાલિક સ્પષ્ટતા કરે તેની વેપારીઓ રાહ જોઇ રહ્યાં છે.

સ્પષ્ટતા ન થતાં ગૂંચવાડો
સરકારે જાહેર કર્યા મુજબ જુલાઇથી ક્વાર્ટર રિટર્ન ફાઇલ લાગુ કરાશે. જીએસટી ડિપાર્ટમેન્ટે સ્પષ્ટતા ન કરતા અને જીએસટી પોર્ટલ પર મંથલી રિટર્ન ફાઇલ કરવાની કોઇ જોગવાઇ કરાઈ નથી. જેથી વેપારીઓએ જુલાઇ મહિનાનું રિટર્ન મંથલી પ્રમાણે તા. 10 ઓગસ્ટ પહેલા ફાઇલ કરવું પડશે. વિપુલ ખંધાર, સી.એ.

અન્ય સમાચારો પણ છે...