સુમિત ભટનાગરની જામીન અરજી સીબીઆઇ કોર્ટે ફગાવી

રાજ્યની 11થી વધારે બેંકો સાથે 2654 કરોડની ઠગાઇના કેસમાં ઝડપાયેલા સુમિત ભટનાગરે કરેલી નિયમીત જામીન અરજી સ્પેશીયલ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:45 AM
સુમિત ભટનાગરની જામીન અરજી સીબીઆઇ કોર્ટે ફગાવી
રાજ્યની 11થી વધારે બેંકો સાથે 2654 કરોડની ઠગાઇના કેસમાં ઝડપાયેલા સુમિત ભટનાગરે કરેલી નિયમીત જામીન અરજી સ્પેશીયલ સીબીઆઇ કોર્ટે ફગાવી દીધી છે. આરોપી તરફે એવી રજૂઆત કરાઇ હતીકે, તેમની આ કેસમાં કોઇ સંડોવણી નથી. તેમણે કોઇ લોન લીધી નથી જેથી ભરપાઇ કરવાનો પ્રશ્ન નથી. તપાસમાં સહકાર આપ્યો છે. તેમની સામે ચાર્જશીટ દાખલ થઇ ગઇ છે. કોર્ટને જામીન આપવાની સત્તા છે. સીબીઆઇ તરફે એવી રજૂઆત કરાઇ હતીકે, તેની સામે ગંભીર પ્રકારનો આરોપ છે. આરોપીઓની મોડસ ઓપરેન્ડી પ્રમાણે તેમણે 285 થી 480 કરોડની ક્રેડીટ ફેસીલીટી મેળવી હતી. તેમજ વધુ મુડી અને સ્ટેટમેન્ટ દર્શાવી કૌભાંડની શરૂઆત કરી હતી. તમામ દલીલો ધ્યાને લઇ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી.

X
સુમિત ભટનાગરની જામીન અરજી સીબીઆઇ કોર્ટે ફગાવી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App