• Gujarati News
  • National
  • બુધવારથી સમગ્ર રાજ્યમાં સારો વરસાદ થઈ શકે

બુધવારથી સમગ્ર રાજ્યમાં સારો વરસાદ થઈ શકે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લાં બે દિવસથી શહેરમાં વાદળિયા વાતાવરણ અને ઠંડા પવનોને કારણે ગરમી અને બફારો ઘટ્યા છે. આગામી બેથી ચાર દિવસો દરમિયાન શહેરમાં વરસાદી ઝાપટાથી લઇને હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

અમદાવાદમાં વાદળોની ગેરહાજરીને કારણે ગરમીનો પારો 35 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો. સોમવારે અમદાવાદનું મહતમ તાપમાન 34.3 ડિગ્રી નોંધાવાની સાથે વાદળિયા વાતાવરણથી ગરમી-બફારાનું પ્રમાણ ઘટ્યું હતું. આગામી બેથી ચાર દિવસો દરમિયાન શહેરમાં હળવા વરસાદની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અપર એર સાયક્લોનિક સરક્યુલેશનથી ચાર દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનાં કેટલાંક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. તેમજ બંગાળની ખાડીમાં સર્જાયેલાં લો-પ્રેશરથી 8મી ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...