શહેરની 50 વર્ષથી કાર્યરત મહાજન અને એસોસિએશનનું સન્માન કરવામાં આ‌વશે

શહેરની 50 વર્ષથી કાર્યરત મહાજન અને એસોસિએશનનું સન્માન કરવામાં આ‌વશે

DivyaBhaskar News Network

Aug 10, 2018, 02:45 AM IST
અમદાવાદ શહેરમાં વર્ષોથી કાર્યરત અનેક મહાજન એશોસિએશન તેમજ અગ્રણી વેપારી પેઢીઓની કામગીરી તેમજ 50 વર્ષ જૂની મહાજનોનું સન્માન કરવામાં આવશે. અમદાવાદ વેપારી મહાજન દ્વારા આવા 24 મહાજનો અને એસોસિએશનોને સિલેકટ કરવામાં આવ્યા છે. આ અંગે અમદાવાદ વેપારી મહાજનના પ્રમુખ હર્ષદ ગીલેટવાળા અને કન્વિનર આશિષ ઝવેરીએ જણાવ્યું હતું કે, વર્ષોથી મહાજનો વેપારીઓના પ્રસ્નોના નિરાકરણનું કાર્ય કરી રહી છે. આ મહાજનોના પ્રમુખ તેમજ કમિટિ સભ્યોને પોંખવાનો સમય થયો છે. અગામી તા. 19 ઓગસ્ટને રવિવારે રાજ્યપાલ ઓ.પી. કોહિલના હસ્તે સન્માન કરવામાં આવશે.

X
શહેરની 50 વર્ષથી કાર્યરત મહાજન અને એસોસિએશનનું સન્માન કરવામાં આ‌વશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી