• Gujarati News
  • National
  • મેડિકલમાં બીજા રાઉન્ડમાં 10543નું ચોઈસ ફીલિંગ

મેડિકલમાં બીજા રાઉન્ડમાં 10543નું ચોઈસ ફીલિંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

રાજ્યની મેડિકલ વિદ્યાશાખાની સેકન્ડ રાઉન્ડની ચોઈસ ફીલિંગ કાર્યવાહી અંતર્ગત 6 અને 7 ઓગસ્ટ દરમિયાન 10543 વિદ્યાર્થીઓએ પ્રવેશ માટેની સંમતિ આપી છે. 10 ઓગસ્ટ સુધી ચાલનારી આ ચોઈસ ફીલિંગ કાર્યવાહીમાં હજી નોંધપાત્ર સંખ્યામાં વિદ્યાર્થીઓ ચોઈસ ફીલિંગ કરાવે તેવી સંભાવના છે. 10 ઓગસ્ટે બીજા રાઉન્ડમાં ચોઈસ ફીલિંગ કરાવનારા વિદ્યાર્થીઓની ચોઈસની સત્તાવાર રીતે જાહેરાત કરશે.

શૈક્ષણિક વર્ષ 2018-2019ના માટેની મેડિકલની 431 બેઠકોની પ્રવેશ કાર્યવાહી અંતર્ગત 11મી ઓગષ્ટે સાંજે 6 કલાકે સીટ એલોટમેન્ટની જાહેરાત થશે. બીજી તરફ 13,14,16 ઓગસ્ટ દરમિયાન એક્સિસ બેન્કની નિયત શાખામાં ફી ભરવાની કાર્યવાહી રખાઈ છે.

અન્ય સમાચારો પણ છે...